________________
૩૩૪
ચાર ગતિનાં કારણે બળ, તક વગેરે જરૂરી સામગ્રીને વેગ હોય અગર તે તેવા પ્રકારનો વેગ તમને આવી મળે તે ને? અને નબળામાં નબળો માણસ પણ, શરીરે પણ નબળે અને સામગ્રીએ પણ નબળો–એ માણસ પણ, ગમે તેવા રાજા-મહારાજા આદિની અથવા તે મોટામાં મોટી સંખ્યાના જેની હિંસાની વિચારણા તો કરી શકે ને? તંદુલીયે મત્સ્ય ચોખાપૂર શરીરવાળો અને જીવે અન્તર્મુહૂર્તથી અધિક નહિ, છતાં આપણે જઈ આવ્યા ને કે-એ સાતમીનરકે જાય? એ પ્રતાપ કેને? રૌદ્રધ્યાનને જ એમ નહિ, પણ અતિ તીવ્ર એવા રૌદ્રધ્યાનને જ એ પ્રતાપ છે. જેની પાસે ઘણી સામગ્રી હોય, તેને રૌદ્રધ્યાનને સંભવ ઘણે છે, પણ એથી એમ સમજવાનું નથી કે-જેની પાસે સામગ્રી ઓછી છે અગર તે નહિવત્ છે, એને રૌદ્રધ્યાન ન હોય અગર તે મન્દ કોટિનું જ હોય! થિડી પણ સામગ્રીમાં જે અતિશય મમત્વભાવ હેય, અગર તે સામગ્રી ન હોય તે છતાં પણ જે “સામગ્રી હોય તે આમ કરી નાખું ને તેમ કરી નાખું”—એવી હિંસાદિગર્ભિત તીવ્ર મનેભાવના હોય, તો એનું ઘણું ગંભીર પણ પરિણામ આવ્યા વિના રહે નહિ.
સ0 રૌદ્રધ્યાન નરકે જ લઈ જાય?
રૌદ્રધ્યાનમાં નરકે લઈ જવાની પણ તાકાત છે. રૌદ્રધ્યાનને અતિ તીવ્ર અનુભવ કરી રહેલ આમા જે આયુવ્યકર્મને ઉપાર્જ, તે તે નરકના આયુષ્યને જ ઉપાર્જ, એમ કહી શકાય.
સ0 રૌદ્રધ્યાન મિથ્યાદષ્ટિને જ હોય ? એમ પણ કહી શકાય નહિ. રૌદ્રધ્યાન અવિરત સમ્ય