________________
પહેલો ભાગ
૩૩૩ જીવોના ઘાતથી બચવાની વૃત્તિ હોય, તે પણ સંસારી ગૃહથ, તેના ઘાતથી સંપૂર્ણપણે બચી શકતું નથી. હિંસા પછી અસત્ય. તે પણ અવસરે અવસરે બેલ્યા વિના ચાલે ? કોધ, લેભ, ભય અને હાસ્યથી અસત્ય બોલાય. અસત્યથી બચવું હોય, તે એ ચારથી બચવું પડે. ક્રોધાદિકને વશ પડેલાઓ પણ અસત્યથી બચી શકતા નથી, તે પછી ક્રોધાદિકમાં આનંદ માનનારાઓ તે, અસત્યથી બચી શકે જ શી રીતિએ ? ત્યારે, જેનામાં ભાદિ જોરદાર હોય, તે ચેરી પણ તક મળે તે કરે ને? ઘર, પેઢી વગેરે જે કાંઈ હેય તેમાં અને ધન –શરીર આદિમાં મમત્વભાવ હોય, તે તેનું સંરક્ષણ કરવાને પ્રયત્ન કર્યા વિના પણ રહે નહિ ને? કેઈ કાંઈ લઈ જાય નહિ અને શરીરાદિ ઠીક ઠીક રહે, એ માટેના પ્રયત્ને તે ચાલુ જ ને? હિંસાદિ એ ચાર પાકિયાએ છે અને એ ચારને સેવવાને સતત વિચાર, એ ચારને કરવાને માટે જનાદિ ઘડવાની ધ્યાન રૂપ વિચારણા, તે વગેરેને સમાવેશ રૌદ્રધ્યાનમાં થાય છે. રૌદ્રધ્યાન, તેની તીવ્રતા અને મંદતા આદિને અંગે અનેક ભેદ
- વાળું બની શકે છે: જગતમાં જ હિંસાદિ પાકિયાઓને જેટલા પ્રમાણમાં આચરે છે, તેના કરતાં હિંસાદિની વિચારણા આદિ ઘણા જ વિશેષ પ્રમાણમાં કરે છે. હિંસાદિને આચરવાને માટે તે, બીજી ઘણી સામગ્રી જોઈએ છે; જ્યારે હિંસાદિની વિચારણું તે મનની મલિનતા ઉપર આધાર રાખે છે. તમે મેટાની, રાજાની, બળવાનની એ વગેરેની હિંસા ક્યારે કરી શકે?