________________
૩૩૨
ચાર ગતિનાં કારણે નહિ, કેમકે- એમણે પિતાના આત્માને ઉપશમભાવથી સંસ્કારિત કર્યો હતો. કેઈના ય પ્રત્યેના સ્થિર વૈરથી બચવું હોય અને કેઈ આપણા પ્રત્યે પણ જે સ્થિર વૈરવાળે બની ગયે હોય, તો એના દ્વારા આવતી આપત્તિઓમાંથી જે લાભ ઉઠાવ હોય, તે ય હૈયાને ઉપશમભાવથી ખૂબ ખૂબ સંસ્કારિત બનાવી દેવું જોઈએ. આ ભવમાં હૈયું જે સાચા ઉપશમભાવથી સુસંસ્કારિત બની જાય, તે તમારે મોક્ષ બહુ દૂર નથી, એમ માનવું. રૌદ્રધ્યાન અને તેના ચાર પ્રકાર :
પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, નરકગતિના આયુષ્યના આશ્રને વર્ણવતાં ૧–પંચેન્દ્રિયપ્રાણિવધ, ૨-બહ આરંભ, ૩-બહુ પરિગ્રહ,૪–નિરનુગ્રહતા, ૫-માંસભેજન, અને ૬-
સ્થિરતા, આ છને જણાવ્યા બાદ, રૌદ્રધ્યાનને પણ નરકના કારણ તરીકે વર્ણવે છે. હિંસા કરવી, અસત્ય બોલવું, ચેરી કરવી અને પરિગ્રહનું સંરક્ષણ–એ પાપક્રિયાઓ છે; જ્યારે હિંસાદિકને કરવાની ઈચ્છા, એને કરવાને માટેની વિચારણા અને એને કરવાને માટે મનમાં વિવિધ પ્રકારની યોજનાઓ ઘડવી, એ વગેરે સંબંધી જે ધ્યાન, તેને રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી, એમ રૌદ્રધ્યાનના ચાર પાયા અગર પ્રકારે કહેવાય છે. આ ચાર ક્રિયાઓ, ગૃહસ્થને તે રહેવાની જ ને? હિંસા તે, ઘર, પેઢી વગેરેને પિતાનાં બનાવીને બેઠા છે, એટલે બેઠી જ છે. વયના વધ વિના, કાંઈ ઘર ચાલી શકે? ષકાયના