________________
૧૩૧
પહેલા ભાગ
અને આ લેવાનું મન થયું છે, તેનું કારણ શું ?' મનતી દરેક રીતિએ, ખાત્રી કરી લેવી પડે કે-આના હૈયામાં કેવા ભાવ પેદા થયા છે, કે જેથી એ સંસારથી વિમુખ બનાવીને ધર્મસન્મુખ બનાવનારી ક્રિયાઓને કરવા તત્પર થયા છે? ધર્મને લેવા આવેલા કાણુ છે, કયાંના છે, એ વગેરે જાણ્યા પછી, એને પૂછાય કે-શા માટે ધર્મ જોઇએ છે?” જો એ એમ કહે કે—મને આ સંસારમાં ભટકવું ગમતું નથી, મારે સંસારથી નિસ્તાર પામવા છે, માટે હું આ ધર્મ કરવા આવ્યો છું’ તા એ લાયક ગણાય. એ પછી, એણે કહેલી વાત સાચી છે કે નહિ, એની પણ પરીક્ષા કરાય; પણ એ જો એમ જ કહે કે-આ ધર્મ કરવાથી ભેગસુખ, માનપાનાદિ સારાં મળે છે, માટે ધર્મ કરવા આવ્યે હું’–તા એ લાયક ગણાય નહિ. એને લાયક બનાવવાના પ્રયત્ન થાય. એને સમજાવાય કે—
આ ધર્મ જ તેને માટે છે, કે જેને સંસારથી છૂટવું હાય.’ મુગ્ધાને માર્ગે ચઢાવવાને માટે, બાળકને પતાસું આપીને ય પાઠશાળાએ જતા કરાય છે, તેમ પણ ગીતાર્થા ધર્માચરણને માર્ગે દોરે; કેમ કે-મુગ્ધાને વિપરીત હેતુના આગ્રહ હોતા નથી. સમજના અભાવે જ તે જીવા પૌલિક આશય રાખે છે, પણ પૌદ્ગલિક આશયના તેમને આગ્રહ હોતા નથી. જેને પૌલિક આશયના આગ્રહ હોય, તે તેા આ ધર્મને માટે નાલાયક જ છે. આશયની શુદ્ધિ પણ જોઈ એ અને વ્રતપાલનની દૃઢતા પણ જોઈ એ. આ ધર્મની આરાધનાથી જેમ અસાધારણ લાભ થાય છે, તેમ આ ધર્મની વિરાધનાથી નુકશાન પણ અસાધારણ થાય છે. ધર્મના સ્વીકાર નહિ કરવામાં જે નુકશાન છે, તેથી કેઇ ગુણું નુકશાન, ધર્મના સ્વીકર કરીને ધર્મની