________________
૧૩૦
ચાર ગતિનાં કારણો જ્ઞાની કહી શકે. મારાં કર્મ બહુ ભારે છે, એટલો વિચાર આવે અને એ ખટકે, તે ય કર્મને ભેદવા પ્રયાસ કરવાનું મન થાય. આ આશય ન આવે, તે બધી હુંશીયારી એળે જવાની. ખરાબ માણસ જેમ અધિક હુંશીયાર થાય, તેમ અધિક ખરાબ થાય. આપણે, આપણા કલ્યાણને માટે, જે કાંઈ ધર્મ ચાલે છે તે ઔદચિક ભાવને ચાલે છે કે ક્ષયે પશમ-ભાવને ચાલે છે, તેની શેધ કરવી જોઈએ. પૌગલિક અભિલાષાથી થતે ધર્મ, તે ઔદયિક ભાવે થતે ધર્મ છે. પદ્ગલિક અભિલાષાથી ધર્મ ન થાય, પણ મેક્ષની અભિલાષાથી ધર્મ થાય, એ જાણવા છતાં ય જે પૌગલિક અભિલાષાના આગ્રહથી ધર્મ થાય, તે ધર્મ કરતી વેળાએ પણ પાપને બંધ જોરદાર થાય. એના પરિણામે, સુખ થોડું મળે અને દુઃખ ઘણું મળે. સુખના કાળમાં ય અસમાધિ રહ્યા જ કરે, એટલે તે વખતે ય પાપ ઘણું બંધાય. એને બદલે, ભગવાનના થઈ જાવ ને ? ભગવાનના થઈ જાવ, એટલે સુખમાં ય સુખી અને દુઃખમાં ય સુખી! તમે ઈચ્છો નહિ છતાં સુખ તમારી પાછળ ભમ્યા કરે અને જે દુખ આવે તે ય જવાને માટે આવે. પકડનારી પિલીસ ચાકરી કરવા મંડી પડે, એ કોને ગમે નહિ? તેમ, તમારે જે તમારા કર્મની પાસે ચાકરી કરાવવી હોય, તે એને માટે આ જ ઉપાય છે. નાલાયકને ધર્મ નહિ દેવામાં પણ ઉપકારઃ
ધર્મ જે-તેને અપાય નહિ. લાયકાત જોઈને જ ધર્મ દેવાનું વિધાન. જેને ધર્મ આપ હય, તેને ડુંટી સુધી જઈને ઓળખ પડે, એટલે કે જાણવું પડે કે-આને બીજુ મૂકવાનું