________________
૧૨૯
પહેલો ભાગ દે? એક વર્ષ સુધી, રેજ, નિયમિત દાન દે અને તેય “માગો' માગો –એમ કહીને દાન દે. લક્ષ્મી રાખવી સારી નહિ, તજવી જ સારી,-એમ એ તારકોએ, દાનથી પણ લોકના હૈયામાં પેસાડી દીધું. સારા માણસોના હૈયામાં એ ભાવના પેદા કરી દીધી કે–લમી જો સારી હેત, રાખવા જેવી જ હોત, તો આવા મહાપુરૂષ, જેમ કાંકરા ઉડાડે તેમ લક્ષમીને ઉડાડત ખરા? તમે જેમ વીસે ય ભગવોનાં નામે જાણે છે, તેમ એ તારકે એ કેવું દાન દીધું, તે પછી કેવી રીતિએ સંસારને ત્યાગ કરી દીધે, તે પછી કષાયેથી સર્વથા રહિત બનીને કેવલજ્ઞાન ઉપાર્જવાને કેવાં કેવાં કષ્ટોને-ઉપસર્ગોને અને પરીષહીને પ્રસન્ન હૃદયે સહ્યા, એમ કેવલજ્ઞાનને ઉપાર્જિને એ તારકોએ મોક્ષમાર્ગની સ્થાપના કરી ને જગતના જીને એક માત્ર મોક્ષમાર્ગને જ ઉપદેશ આપવા માંડ્યો અને આયુષ્યને અન્ત એ તારકે મેક્ષને પામ્યા, એ વગેરે પણ જાણે છે કે નહિ? આવું જાણનારને, મોક્ષની વાતમાં, નવાઈ શાની લાગે? એને તે, એમ જ થાય કે-શ્રી જૈન શાસનમાં મોક્ષ સિવાયનું કઈ લક્ષ્ય જ હોઈ શકે નહિ. ભગવાનના થઇ જાવ :
આપણા સગામાં, આપણને મોક્ષની ઈચ્છા થવી, એ ઘણું જ સહેલું અને સ્વાભાવિક છે ને? મોક્ષની ઈચ્છા થઈ જાય અને એ લક્ષ્યથી નાની પણ ધર્મક્રિયા કરવાને અભિલાષ પ્રગટે, એટલે સંસારમાં ય બધુ અનુકૂળ બનવા માંડે. આવા સંગો મળવા છતાં પણ, જે મોક્ષને આશય પ્રગટે નહિ, તે અધિક કાળ બાકી છે કે પછી કર્મ બહુ ભારે છે, એ તે