________________
૧૨૮
ચાર ગતિનાં કારણે ભાવના દ્વારા ઉપાર્યું અને એ ભાવનાથી નિકાચિત કરેલા પુણ્યના વશથી જ, મોક્ષમાર્ગ રૂ૫ આ શાસનની એ તારકોએ સ્થાપના કરી ? આટલું સાંભળવા-જાણવા મળ્યું હોય, તે છતાં પણ જે મેક્ષની ઈચ્છા ન થઈ હોય, તો તે નવાઈની જ વાત ગણાય ને ?
સ0 સંસ્કાર જ નથી પામ્યા.
શ્રાવકકુળના સંસ્કારો તે સારામાં સારા હોવા જોઈએ. એ સંસ્કારેને તમે ઝીલ્યા હતા, તે ય મેક્ષ ન ભૂલાત. આ અવસર્પિણી કાળમાં આ ક્ષેત્રમાં ચોવીસ ભગવાન થયા ને? એ ક્યાં ગયા? મેલે! શું સ્થાપીને મોક્ષે ગયા? મોક્ષમાર્ગને સ્થાપીને ! આપણે ત્યાં તે, મોક્ષની વાત, ડગલે ને પગલે આવે. આપણે જેમને ભગવાન માનીએ છીએ, તે લીલા કરે નહિ, મેક્ષે ગયા છે ત્યાંથી પાછા આવે નહિ, એમને સંસાર હેય નહિ, હવે એ કદી પણ દેહને ધારણ કરે નહિ. એમ આપણે ત્યાં તે દેવનું પણ બધું સ્વરૂપ એટલું ચોખું છે કે-આ ભગવાનને માનનારને, મોક્ષની ઈચ્છા થયા વિના રહે નહિ. આપણે જાણીએ છીએ ને કે-આપણા જેવીસે ય ભગવન્તોએ દીક્ષા લીધેલી ? દીક્ષા લેતાં પહેલાં, એ, બધી વાતે સુખી હતા કે કોઈ વાતે દુઃખી હતા ? દીક્ષા લીધેલી, તે સુખને તજીને લીધેલી કે દુખથી ભાગી છૂટવાને લીધેલી? બધા ય શ્રી તીર્થંકરદેવે, બધી ય વાતે સુખી જ હતા. એકે ય શ્રી તીર્થંકરદેવ, એકે ય વાતે દુઃખી નહોતા. આપણે ત્યાં તે, ક્રમ જ એ છે કે-શ્રી તીર્થંકર ભગવાન બધી જ રીતિએ ઉંચા હોય અને દાનાદિ બધા ય પ્રકારના ધર્મને આરાધીને મેક્ષે ગયેલા હેય. એ તારકે, દીક્ષા લેતાં પહેલાં, દાન કેટલું