________________
પહેલા ભાગ
૧૨૭
પાપ ઓછું અંધાય છે અને થાડી પણ જે ધર્મક્રિયા થાય છે, તે માટે લાભ આપનારી થાય છે. મેાક્ષના આશય આવતાં, કર્મ અનુકૂળ બનવા માંડે છે. રાજ્યે પેાલીસ બજારમાં ગાઢવી છે, તે ભયંકર કેાને માટે ? મમાશાને માટે; બાકી સજ્જનાદિને તે રસ્તા કરી આપવાને માટે ને ? આજની પેાલીસ શુંકરે છે, તે તરફ ન જોતા, પણ રાજ્યે પેાલીસ રાખી છે શા માટે ? સારા અને સીધા માણસાની અનુકૂળતા માટે ને ? તેમ, મેાક્ષના આશય આવ્યેા, એટલે આપણે માટે કર્મ સારૂં બની જાય. આવી ઉત્તમ ક્રિયાએ તેા મળી ગઈ છે અને એમાં મેાક્ષના આશય આવી જાય, પછી કમીના શી રહે ? માત્ર ભાવના જ ફેરવવાની જરૂર છે ને ? કેટલી ભાવના ફેરવવી જોઈએ ? સંસારનું સુખ જોઈતું નથી અને મોક્ષ જોઈ એ છે. આપણે માટે તે, આ ઘણું સહેલું કામ છે, કેમ કેઆપણા ભગવાન કાણુ ? સંસારનું સુખ ઘણું હતું, છતાં તેને તજી દેનારા, મોક્ષને સાધનારા અને મોક્ષમાર્ગને પ્રવર્તાવનારા ! ગુરૂ પણ સંસારના ત્યાગી અને મોક્ષમાર્ગની જ આરાધનામાં રત રહેનારા. જેના હૈયામાં મોક્ષના આશય પ્રગટ્યો હોય, તે ઘરે જાય કે પેઢીએ જાય, તેા પણ આ વાતને એ ભૂલી શકે નહિ. આ ધર્મ મોક્ષ માટે જ છે, આ વિચાર જેને નથી આવ્યા, તેને કયા કારણસર આ વિચાર નથી આવ્યા ? આપણે ત્યાં તે મોક્ષ શબ્દ રાજ, વારંવાર, લગભગ બધી ક્રિયાઓમાં અને બધા પરમેષ્ઠિના વર્ણનમાં આવે છે. છેવટ કાંઈ નહિ,તેા ખાર મહિને શ્રી કલ્પસૂત્ર તા સાંભળે ને ? તેમાં ય, સાંભળ્યું હશે ને કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ શ્રી તીર્થંકર-નામકર્મ સૌને મેાક્ષમાર્ગના રસિક અનાવી દેવાની