________________
ર૬
ચાર ગતિનાં કારણે સ, નાલાયક છીએ એમ કહે, પણ તે ય બેવડા લાયક છીએ
એવું ઠસાવવાને માટે કહે. દંભથી બોલે, એ તે વળી વધારે ડૂબે. આ, દંભથી બોલવાની વાત નથી, પણ હૈયા સાથે નિર્ણય કરવા જેવી વાત છે. એકાન્તમાં બેઠા હોય, ત્યારે ય એ એમ વિચારે કે-મારે એ તે કેવો પાપેદય છે કે, અનન્તજ્ઞાનિઓ સંસારને ભયંકરે કહે છે, છતાં પણ મને આ સંસાર ભયંકર લાગતો નથી? બીજા આગળ તે ક્યારે કહે ? અચાનક "ઉદ્દગાર નીકળી જાય અથવા તે કહેવાની ફરજ પડે ત્યારે કહે. બાકી દેવ પાસે જાય, ત્યાં ય એ દેવના સ્વરૂપને લક્ષ્યમાં રાખીને પિતાની નાલાયકાતને રડે અને ગુરૂ પાસે પણ પિતાની નાલાયકી કેવી છે તે અવસરે ખૂલ્લી કરે. પિતાની નાલાયકાતને માટે જે દેવ-ગુરૂની પાસે કે એકાન્તમાં રહેતા નથી અને ચાર પાસે રડે છે, તે તો દંભમાં જાય. આ તે આપણે આપણી પિતાની અન્તર્દશાને પિછાનતા બની જઈએ, એ માટેની વાત છે. આવા સંગે મળવા છતાં પણ, મોક્ષને આશય જે પ્રગટે નહિ, તે પિતાને એમ થઈ જાય કે-“હું કેટલે બધે નાલાયક છું, કે જેથી આવા સુંદર પેગમાં પણ, મારામાં મેક્ષને આશય પ્રગટતે નથી! ?” શ્રી જૈન શાસનમાં મેક્ષની વાત ન હોય તે બીજું હોય
પણ શું ? એક મેક્ષ આશય આવી જાય, તે આ ધર્મક્રિયાઓમાં તે અજબ તાકાત છે. મેક્ષને અભિલાષ પ્રગટ્યા પછી, સંસારની ક્રિયા પણ તીવ્ર ભાવે થઈ શકતી નથી, એટલે,