________________
પહેલે ભાગ
૧૨૫ જાતી નથી. એ નાલાયકીથીએ મુક્ત ન બની શકે-એ બને, પણ એને પિતાની નાલાયકી ખટક્યા વિના-દુઃખ ઉપજાવ્યા વિના રહે નહિ. આજના કેટલાક ધમ ગણાતાઓમાં પણ ખુમારી હોવાનું જણાઈ આવે છે. થેડી-ઘણી કિયા કરે, તેમાં ય ખાસ ભલીવાર જેવું તે હોય નહિ, છતાં મૂર્ખાઈભરી ખુમારી એવી કે–આશયશુદ્ધિ અને વિધિબહુમાનની વાતને એ લેકે પ્રેમથી સાંભળી શકે પણ નહિ. એવાને જ પૂછીએ કે-“તું જે આ ક્રિયાઓ કરે છે, તે તારા હૈયામાં એમ ઉગી ગયું છે કે-સંસાર ખેટો છે, સંસારનું સુખ તજવા જેવું છે અને સંસારથી છૂટવું છે, માટે આ ક્રિયાઓ કરું છું! ?” તે પ્રાયઃ લોચા વાળવા માંડે. અનુકૂળતા ન હોય ને માત્ર એક જ સામાયિક કરતો હોય, પણ સંસારથી છૂટવાનો અને મોક્ષને સાધવાને આશય હૈયે હોય, તો એ એક સામાયિકથી પણ ઘણે મોટે લાભ થઈ જાય. આ વાતને જે એ સમજે અને આ આશયને હૈયે રાખીને એ ક્રિયા કરવા માંડે, તે સમ્યગ્યદર્શનાદિ અનાથી આઘાં રહી શકે નહિ. એ વિના તે, ક્રિયામાં અવિધિ આદિ ઘણા દે આવે, છતાં એને ટાળવાનું મન થાય નહિ અને વિપરીત આશય તો એવું ય પરિણામ લાવે કે-જેના ચગે સંસાર ઘટ જોઈએ, તેને જ મેંગે સંસાર વધી જાય. એવી જ રીતિએ, નાલાયકાત હોય પણ એને જો સાચો ખ્યાલ આવી જાય, તો લાયકાતને મેળવવાનું મન થાય. એને થયા જ કરે કે-“હું કેટલે બધે નાલાયક છું, કે જેથી આવી સુન્દર સામગ્રીનો ચેગ થવા છતાં પણ, મને હજુ “સંસારનું સુખ તજવા જેવું છે' –એમ લાગતું નથી અને મારે મોક્ષ જ મેળવવો છે – એવો ભાવ મારામાં પેદા થતો નથી ?