________________
૧૦
ચાર ગતિનાં કારણે છે, પણ બાળ જીવને ઝટ સમજાય એ માટે જ આપણે કર્મની વહેંચણે ત્રણ પ્રકારે કરી છે. દુઃખ આપનાર કર્મ, સુખ આપનાર કર્મ અને પાપ કરાવનાર કર્મ. આ ત્રણ પ્રકારોમાંથી કયા પ્રકારના કર્મને ખપાવવાની ઈચ્છા છે, એ વાત ચાલે છે. કઈ પૂછે કે-“તમે અહીં આવ્યા શા માટે?” તે શું કહે ? પુણ્ય બંધાય એ માટે, એમ જ ને ? પણ, આ શ્રી સિદ્ધિગિરિજીની આટલી બધી મહત્તા શા માટે છે? શ્રી આદીશ્વરજી ભગવાનની પ્રતિમા બીજે નથી ? બીજે ઘણે ય ઠેકાણે શ્રી આદીશ્વરજી ભગવાનનાં પ્રતિમાજી છે, છતાં આ સ્થાને સૌ ઉલ્લાસથી દક્યા દેડક્યા આવે છે, તેને હેતુ શે? આ સ્થાનની મહત્તા સમજાયા વિના, આ સ્થાને આવ્યાથી જ્ઞાનિઓએ કહ્યા મુજબને જે લાભ થવો જોઈએ, તે લાભ થાય નહિ. તમારે કહેવું જોઈએ કે–બીજે ઘણે ય ઠેકાણે શ્રી આદીશ્વરજી ભગવાનની પ્રતિમાઓ છે, પણ અહીં ભૂમિની જે પવિત્રતા છે, તે બીજે નથી. અહીંની ભૂમિ પણ પવિત્ર છે. શાથી? તે કે–અહીં કાંકરે કાંકરે અનન્તા સિદ્ધો થયા છે. તમારે કહેવું જોઈએ કે–જો અમારું ચાલતું હોત, તે અમે આ ભૂમિ ઉપર પગ ન મૂકત, પણ માથું જ મૂકત. પગને ઉંચા રાખીને અને માથું નીચે મૂકીને અમે જે આ ગિરિરાજની ઉપર ચઢી શકતા હતા, તે અમે આ ભૂમિ ઉપર પગ મૂકત નહિ. આમ છતાં ય, આ ભૂમિ ઉપર અમે જે પગ મૂકીએ છીએ, તે પગ મૂકવાને માટે નથી મૂક્તા, પણ આ પવિત્ર ભૂમિની સ્પર્શનાથી પાવન થવાને અમારે ભાવ છે. આવું સમજીને આ ભૂમિ ઉપર જે પગ મૂકે, તે કેવી રીતિએ મૂકે? કાળજીપૂર્વક. જેમ બાપના શરીરને