________________
પહેલે ભાગ
-
૧
દબાવવાને માટે દીકરે બાપની કમ્મર ઉપર પગ મૂકે ને? આમ તે વિધિ એ જ છે કે–માતા, પિતા, ગુરૂ આદિને અથવા તો એમના આસનાદિને પણ પગ અડાડાય જ નહિ, પગ અડાડે, એ આશાતના ગણાય; પણ શરીર દાબવાભક્તિ કરવા તે પગ અડાડાય જ ને? તેમ, આ ભૂમિ ઉપર પણ, જ્યાં અનન્તા સિદ્ધ થયા એવી પવિત્ર ભૂમિ ઉપર. સ્પર્શના કરવાને માટે પગ મૂકાય. આ ભાવ અન્તરમાં હેય, તે એક એક પગલું ભરો અને અનંતા કર્મો પણ નિર્જરે, તે એમાં નવાઈ છે? ક્રિયા પુણ્યની ને હૈયામાં પાપ :
સ્તવનમાં આવે છે ને કે – કજનિત સુખ તે દુઃખ રૂપ, સુખ તે આતમઝાંખ.”
તે પ્રશ્ન એ છે કે તમે અહીં કયા પ્રકારનાં કર્મોને ખપાવવાને માટે આવ્યા છે? દુઃખ આપનાર, સુખ આપનાર અને પાપ કરાવનાર-એ ત્રણ પ્રકારનાં કર્મોમાંથી કયા પ્રકારનાં કર્મો ઉપર તમને ગુસ્સો આવ્યો, કે જેથી ઝટ ટીકીટ લઈને તમે અહીં દેડી આવ્યા? તમે મફત આવ્યા છે કે પૈસા ખર્ચીને? પિસા ખર્ચીને આવા મેંઘવારીના કાળમાં તમે અહીં સુધી આવ્યા, તે શા હેતુથી આવ્યા? તમે કાંઈ ગાંડા છે કે-એમ ને એમ પૈસા ખર્ચી નાખે? તમે તે ડાહ્યા છે અને ડાહ્યા હોય તે વગર લાભ ભાયે પિસા ખચી નાખવાનું ગાંડપણ થોડું જ કરે? એટલે, વાત એ છે કે તમને
ક્યાં કર્મો ઉપર ગુસ્સો આવ્યો, કે જે કર્મોને ખપાવવાને માટે તમે અહીં સુધી પૈસા ખર્ચીને અને તકલીફ વેઠીને