________________
૪િ૨
ચાર ગતિનાં કારણે તમારામાં ખરાબ ભાવને પેદા કરે નહિ. “અમે નાલાયક છીએ”—એમ કહીને તમે છૂટી જાએ, એને કોઈ અર્થ નથી. અન્તઃકરણમાં નાલાયકાતને ખ્યાલ પેદા થવો જોઈએ. સાચે ખ્યાલ આવે, એટલે ખટકા પેદા થયા વિના રહે નહિ. આપણને સાચે જ આપણે નાલાયકને ખ્યાલ આવી જાય, તે આપણે એને કાઢવાને બનતે પ્રયત્ન કર્યા વિના રહીએ નહિ. જેમ વિદ્યાને અર્થી હેય પણ બુદ્ધિ ઓછી હોય, તે એ વિદ્યાર્થી દરેક વસ્તુને સમજવાને માટે વધારે ને વધારે પરિશ્રમ કરે છે અને નઠેર વિદ્યાર્થી માસ્તર ભણાવે ત્યારે ધ્યાન આપે નહિ, માસ્તર જે કહે તેને સમજવાને પ્રયત્ન કરે નહિ, ઘેર લેશન કરે નહિ અને તેમ છતાં પણ માસ્તરને અયોગ્ય કહી દે. માસ્તર એને શિખામણ આપે કે શિક્ષા કરે, તે એ માસ્તરની ખબર લઈ નાખવાની ધમકી પણ આપે. તમે તમારી નાલાયકાતને સમજીને, લાયકાતને મેળવવા પ્રયત્ન કરે એવા છે કે ઠેઠ નિશાળીયા જેવા છે? ઠેઠ નિશાળીયા કઈ બધે ઠેઠ હેતા નથી. રમત-ગમતમાં, તોફાનમાં, ઝાડ ઉપર ચઢવા વગેરેમાં, એવાઓને નંબર પ્રાયઃ પહેલો હોય છે અને ભણવામાં મીંડું હોય છે. તેમ, તમે પણ બીજે બધે હુંશીયાર અને અહીં જ મીંડું, એવું તે નથી ને ? તમે ખાત્રી રાખે કે–મેલના હેતુથી મોક્ષ સાધક ધર્મને યથાવિધિ સેવવાનો પ્રયત્ન કરનારને, સંસારનું સુખ નહિ મળે એમ નહિ; મોક્ષ નહિ થાય ત્યાં સુધી એને સુખ મળવાનું જ; પણ વાત એ છે કે-એ સુખ પ્રત્યે એ અણગમો પેદા થવા જોઈએ કે-સંસારનું સુખ જોઈએ જ નહિ, એમ થયા કરે અને મોક્ષનું સુખ જ જોઈએ,