________________
પહેલો ભાગ
૧૪૩ એમ થયા કરે. એટલે, સંસારના સુખને માટે ધર્મ કરવાની વૃતિને કાઢવી જોઈએ. મહેરબાની જ મગાયઃ
મોટા માણસને સલામ ભરીને, એની સેવા કરીને “મારે અમુક જોઈએ”—એમ ન કહેવાય; પણ એ પૂછે ત્યારે ય એની મહેરબાની મગાય. મહેરબાનીમાં બધું આવી જાય અને માગણી કરવામાં તે અમુક ચોક્કસ વસ્તુ જ આવે ને ? માટે માણસ ખૂશ થઈ જાય અને તમે માગણી કરવા માંડે, તે પરિણામ શું આવે?
સકાંઈ આપે નહિ.
કદાચ આપી તે દે; સજ્જન માણસ એકદમ ના ન પાડે; પણ માગણી કરનાર મહેરબાની ગુમાવી બેસે. જ્યારે પૂછે ત્યારે મહેરબાની માગનારની તે, અવસરે એ ખબર લેવા જાય અને માગનારે ફરીથી સામે પગલે માગવા આવે, તે ય આ કહેશે કે-માગણ આવ્યા. બારણાં બંધ કરી દે! તેમ ધર્મની પાસે પણ તમે કાંઈ માગો જ નહિ અને ધર્મ કર્યા કરે, તો ધર્મ તમારી ખબર લીધા વિના નહિ રહે. અને ધર્મ તમારાથી આઘે પણ જશે નહિ. જ્ઞાનિઓએ મોક્ષના હેતુથી ધર્મ કરનારને, આશ્વાસન બહુ આપ્યું છે. જ્ઞાનિઓ કહે છે કે-ભવનિતારને લક્ષ્યમાં રાખીને નિરાશસભાવે જે ધર્મ કરે, તેને સુખ ઘણું મળે અને જ્યારે એ સુખ મળે ત્યારે, એને એ સુખની મમતા એવી હોય નહિ કે-દુષ્કર્મ બંધાય. સુખ મળે ને મુંઝવે નહિ. તમે એમ સમજે છે કે તમારી પાસે બહુ સુખ છે? શાસ્ત્રોમાં સુખી માણસેનાં