________________
પહેલે ભાગ
૧૪૧ સુસંભવિત એવી મહા આફતનું જે નિવારણ કરવું હોય, તો મારે મારા હાથે જ મારું ખૂન પણ કરી નાખવું જોઈએ. એમ થાય, તે જ એવી વાયકા ફેલાય કે-કઈ દુષ્ટ જૈન ધર્મ પ્રત્યેના દ્વેષથી રાજાનું અને સૂરિમહારાજનું ખૂન કરી નાખ્યું !” આવો નિર્ણય કરી લઈને, એ મહાપુરૂષે તરત જ પાસે પડેલી છૂરીથી પિતાના ગળાને પણ છેદી નાખ્યું ! ઠેઠ નિશાળીયા જેવા તો નથી ને?
આપણે વાત તે એ હતી કે-ધર્મ જેને તેને અપાય નહિ. ધર્મને અથ બનીને આવેલો, ભવનિતારને અથ બનીને ધર્મને અર્થી બન્યું છે કે નહિ, તે જોવું જોઈએ. પરીક્ષા કરવા છતાં ય, છદ્મસ્થપણું આદિને કારણે ભૂલ થઈ જાય એ બને, પણ ધર્મ એ એવી કિંમતી દવા છે કે-એ ગમે તેને દઈ દેવાય નહિ. શ્રી જૈન શાસનની સ્થાપના જ મોક્ષને માટે છે. શ્રી જૈન શાસનને જેને છેડે પણ પરિચય થાય, તેને એમ જ લાગે કે–અહીં બધું મોક્ષના હેતુથી જ વર્ણવાએલું છે. સૌ સંસારથી મૂકાય અને મોક્ષને પામે, એ ભાવના આ શાસનના મૂળમાં છે. જે કુળમાં આ શાસનની છાયા હેય, એવા કુળમાં આવેલાને, મેક્ષની વાતમાં નવાઈ લાગે જ નહિ. આપણને શું લાગે છે? સંસાર તજવા જેવું છે અને મોક્ષ જ મેળવવા જેવું છે, એ વાતમાં શંકા ખરી ? મોક્ષને આશય આવી જાય, તે ફાયદો કેટલો? મોક્ષના આશયથી કરેલી ધર્મક્રિયાઓથી નિર્જરા સધાય અને પુણ્યબંધ થાય તે તે ઉચ્ચ પ્રકારને થાય. એ પુણ્યના ઉદયથી સુખ મળે ઘણું, ભેગવાય ઘણું સારી રીતિએ અને તેમ છતાં ય એ