________________
પહેલે ભાગ જિનેશ્વરદેવે જેટલો કાળ સંસારમાં રહ્યા, તેટલે કાળ એ તારકેને પણ મેહનીય કર્મને ઉદય વર્તતે જ હતા, પણ એ તારા પિતાના એ મેહનીય કર્મના ઉદયને આધીન બનેલા નહોતા. ઉદયમાં વર્તતા પિતાના મેહનીય કર્મને ખપાવવાને માટે જ, એ તારકે સંસારમાં રહે છે. આ રીતિએ સંસારમાં રહે, તે મોહને આધીન થઈને સંસારમાં રહ્યા -એમ કહેવાય ખરું? ભગવાન અન્તિમ ભાવમાં પરણે, તે શા માટે પરણે? ભોગ ભોગવે, તે શા માટે ભોગવે ? મહાપુરૂષોએ સ્પષ્ટ ખૂલાસે કર્યો કે–પિતાનું તેવા પ્રકારનું કર્મ જે એ જ ઉપાય દ્વારા, એટલે કે-પરણવા દ્વારા જ અગર તે ભોગ ભોગવવા દ્વારા જ નિર્જરે એમ છે, એવું એ તારકને લાગે, તે જ એ તારકે પરણે અને ભોગ ભોગવે ! એ સિવાય તે, એ તારકે પરણે પણ નહિ અને ભોગ ભોગવે પણ નહિ ! જે તીર્થંકરદેવોને પરણવાની જરૂર નહિ હતી અને ભોગ ભોગવવાની જરૂર નહિ હતી, એ તારકેને જ્યારે એ તારકેના સંબંધિઓએ પરણવાને આગ્રહ કરવા માંડ્યો છે અને એ આગ્રહ કરતાં કરતાં, જ્યારે તેમણે જે તીર્થકર ભગવાને પરણ્યા હતા તે તારકોનાં ઉદાહરણો આપ્યાં છે, ત્યારે આ તારકોએ ખૂલાસે કર્યો છે કે-“એમનાં ચરિત્રોને હું જાણું છું. એમને એવા પ્રકારનું કર્મ હતું કે પરણવા આદિથી જ નિર્જરે, એ માટે એ પરણ્યા અને મારે એવા પ્રકારનું કર્મ નથી, માટે મારે પરણવાની જરૂર નથી !” એટલે, દેખીતી રીતિએ સેવાય સંસાર અને વસ્તુતઃ સધાતી હોય કર્મનિર્જરા, એ વસ્તુને જે સર્વથા અશક્ય જ માની લેવામાં આવે, તો આપણે ભગવાનનાં વચનને જ જુઠ્ઠાં માનવાં પડે !