________________
૧૪
ચાર ગતિનાં કારણે છે મારા ભાઈ, સંબંધી છે” એમ વાત ટાળે છે ને? અને જેની સાથે મેળ હોય છે, તેની વાત કરવામાં પણ ઠસે જુદે હોય છે. “એ તે મારે સગે ભાઈ થાય; મારા સગા કાકાને આ દીકરે છે.”—એવું એવું બેલાય ને? કર્મ સંબંધ કરી આપે છે, છતાં જેની સાથે ફાવટ ન હોય તેને માટે અને જેની સાથે ફાવટ હોય તેને માટે, ભાષામાં ફેર થઈ જાય છે ને? સંબંધી જોડે ય તમારે ફાવટ નહિ, એવું ક્યારે ? એ ખરાબ હોય તે જ? ના, ના, એ આપણું કામમાં ન આવતું હોય તો ય ફાવટ આવે નહિ ને? તેમ, અન્તરાત્માને એમ થાય કે-કર્મ સર્જેલ આ સંસાર છે, કર્મ છે એટલે મારે સંસારને સંબંધ છે, પણ સંસાર સાથે મારે હૈયાથી મેળ નથી. શું કરીએ? જમ્યા એટલે જીવ્યા વગર છૂટકે નથી, માંડ્યું એટલે ચલાવ્યા વગર છૂટકો નથી, તેમ કર્મ આપેલ આ બધે સંસાર નિભાવીએ છીએ, પણ સંસારને સંબંધ ફાવતું નથી. આમ ખરું ને? “નિભાવીએ છીએ સંસાર, પણ સાધીએ છીએ મેક્ષ – એમ ખરું ને? એમ થાય તે જ ક્રમે કરીને પરમાત્મા બનાય. ભક્તિને સારો લાભ મેળવવો હોય તે ભગવાનને બરાબર
ઓળખી લો તમે બધા અહીં આવ્યા છે, તે કર્મને ખપાવવાને માટે જ અહીં આવ્યા છે, એમ માનીને જ વાત કરવી પડે ને? કર્મને ખપાવનાર ગિરિવરની પાસે કર્મને બાંધવાને માટે જેનો આવે ખરા? હવે અહીં ક્યાં કર્મોને ખપાવવાની મહેનત કરવી જોઈએ, એ વાત છે. તમને સમજાવવા પૂરતા કર્મના