________________
પહેલે ભાગ જોઈએ; તેને બદલે, મોક્ષમાર્ગની ક્રિયા કરતી વખતે ય હૈયામાં સંસાર જ હોય, તે નિસ્વાર થાય શી રીતિએ ? પરમાત્મા ક્યારે બનાય?
આપણે જીવ છીએ. આપણી આંખ સામે જગત છે. જગતમાં આપણે રહેલા છીએ, પણ આપણે થાવું છે શું ? આપણે પરમાત્મા જ થાવું છે ને ? પરમાત્મા બનવાને માટે, બહિરાત્મા મટીને અન્તરાત્મા બનવું પડે. જગતમાં રહીને જ પરમાત્મા બનવાનું છે, પણ જગતમાં જે રમે, તે પરમાત્મા બની શકે નહિ. જગતમાં રહેવા છતાં પણ, જગતમાં જે રમે નહિ અને પરમાત્મભાવમાં રમવાને માટે જે પ્રયત્નશીલ બને, તે પરમાત્મા બની શકે. જગતમાં રમે તે બહિરાત્મા, જગતમાં રહેવા છતાં પરમાત્મભાવના ધ્યેયમાં રમે તે અન્તરાત્મા અને જગતના સંસર્ગથી છૂટે તે પરમાત્મા. પાપકર્મોને કરાવનારાં કર્મોથી છૂટીને, એ માર્ગને સ્વતન્નપણે પ્રરૂપે એ ય પરમાત્મા અને કર્મના વેગથી સર્વથા છૂટે તે પણ પરમાત્મા. આપણો સંસાર સાથે મેળ અનાદિકાળથી સર્જએલો છે અને તે મેળ કર્મોના વેગથી જ હતો અને છે; પણ હવે આપણે એટલા ડાહ્યા થયા કે-હૈયામાંથી મેળ ખસી ગયો છે. આપણે હદયથી સંસાર સાથે મેળ નહિ ને? કર્મ છે ત્યાં સુધી સંસારનો મેળ તે છે, પણ આપણે એ મેળ જોઈ નથી ને ? હૈયાથી મેળ ન હોય, તે ભાષા પણ ફરી જાય. જેમ કઈ સંબંધી હોય અને તેની સાથે મેળ ન હોય, તે કઈ પૂછે ત્યારે શું કહે છે? “આ છે તે મારા કાકાને દીકરે અથવા માજણ્યો ભાઈ, પણ અમારે હૈયાને મેળ નથી.