________________
૯૮
ચાર ગતિનાં કારણો અને એમ સંસારને રસ પુષ્ટ બનતાં, સંસાર વધી જશે. ' શ્રી અરિહંતાદિની ને આપણી સાચી પિછાન થાય તે' મેક્ષ, એ જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. સંસાર તે કર્મ નિર્મલું આત્માનું વૈભાવિક સ્વરૂપ છે. સંસાર, એ પણ આત્માને પર્યાય છે અને મેક્ષ, એ પણ આત્માને પર્યાય છે; પણ આત્માને સંસારપર્યાય કર્મ નિમેલે છે અને મોક્ષ, એ આત્માને શુદ્ધ પર્યાય છે. પરાધીન સ્વરૂપમાં તે રાચે, કે જે અજ્ઞાન હેય. રાગાદિ કરવા, તે આપણું પિતાનું સ્વરૂપ છે? શુદ્ધાત્મા રાગાદિ કરે ખરે? જે રાગાદિ કરે, તેને આપણે દેવ માનીએ ખરા? સંસારના રાગાદિના જે ત્યાગી ન હોય, તેને આપણે ગુરૂ માનીએ ખરા? રાગાદિમાં રમણ કરવાનું જે સુઝાડે, તેને આપણે ધર્મ માનીએ ખરા? નહિ જ! કેમ નહિ? આપણે એવા દેવાદિને કેમ માનીએ નહિ ? કેમ કે આપણે રાગાદિથી છૂટવું છે! આપણને રાગાદિ કરવા ગમે છે ? રાગાદિ કેણ કરે? પરાધીન આત્મા જ રાગાદિ કરે. આપણને આપણું આ પરાધીનતાને ખ્યાલ છે? રસ્તે ચાલતે ભિખારી પણ, બીજાને આજ્ઞા કરવામાં આનંદ માને છે, પણ બીજાની આજ્ઞા માનવામાં આનંદ માનતો નથી. સંસારને રસ, એટલે પારકી આજ્ઞાને રસ. આપણને એ રસ છે ને ? એ રસ ગમે છે ને ? એક તે ગુલામીને રસ અને એમાં આનંદ, એ ઓછું અજ્ઞાન છે? જેમ ખાવામાં પેટ માગે નહિ ને જીભ માગે, ત્યારે કેવી વિટંબણું થાય? એ ઈન્દ્રિયની ગુલામી છે ને? એમ, સંસારના રસથી જેટલું થાય છે, તે પારકી આજ્ઞાના રસથી જ થાય છે. સંસાર એટલે આત્માનું કેદ