________________
૧૪૬
ચાર ગતિનાં કારણે છે અને તદ્દન ગરીબ ભાઈઓને ખવડાવી–પીવડાવીને ઉભા રાખી શકે તેવા છે, તેમના હૈયામાં પણ અત્યારે હળી સળગે છે. એમના હૃદયને ય શાંતિ નથી. પોતે સુખમાં હોય, તે બીજાના દુઃખની પરવા કરે ને ? પોતે જ દુઃખમાં ડૂબેલા હોય, ત્યાં શું થાય? પણ મનનું દુઃખ, એ જુદી વસ્તુ છે અને પેટમાં નાખવાના સાધનનું દુખ, એ જુદી વસ્તુ છે. ખાતા-પિતા અને ખવડાવી–પીવડાવી શકે એવા માણસોએ તે વિચાર કરવો જોઈએ કે-જે આ કાળમાં અમારા જેવાની પણ આ દશા છે, તે સાધનહીન અને અલ્પ સાધનવાળા માણસ, શી રીતિએ આ કાળમાં પિતાને ગુજારે કરી શકતા હશે? આમ વિચારોને, પણ તેવાઓ પ્રત્યે અનુકંપાશીલ જ બનવું જોઈએ. સુખી માણસોએ પિતાનાં ક્ષેત્રોને સંભાળી લેવાં જોઇએ?
આજે સમાજમાં મધ્યમ વર્ગ રીબાય છે, એ ફરિયાદ ફેંકી દેવા જેવી નથી. આ કાળમાં સમાજના મધ્યમ વર્ગની આન્તરિક મુશ્કેલીઓ ઘણી વધી જવા પામી છે. મળેલી માહિતી મુજબ, ધંધા-નોકરી વગેરે નિમિત્ત બહારગામ ગયેલાએના કરતાં પણ, સ્થાનિક સમાજની સ્થિતિ વધારે ભયંકર બનવા પામી છે. દરેક સ્થલે, મધ્યમ વર્ગ પ્રાયઃ મુશ્કેલીમાં છે અને જૈન સમાજના બધા આગેવાને એટલે સુખી માણસે જે આ વાત લક્ષ્યમાં લે, તે સમાજની ગુજરાનની મુશ્કેલી, કાંઈ ન ટળે એવી નથી. માત્ર સુખી માણસે જરા ડાહ્યા થઈ જાય, ઉદાર બની જાય અને ડહાપણથી કામ કરે છે, આજની ભયંકર ગણાતી મુશ્કેલીઓને પણ, સમાજ સુખે