________________
પહેલે ભાગ
૨૪૭ વટાવી જાય, એવી સ્થિતિ હજુ પણ છે. જેમ કેટલાકમાં જાત્યભિમાન હોય છે કે-હું જે જાતિને છું, તે જાતિના લેકે કમથી કમ સેટલે દુઃખી તે નહિ જ હોવા જોઈએ, તેમ આપણામાં જાત્યભિમાન નહિ પણ ધર્માભિમાન અવશ્ય હોવું જોઈએ. દરેક સુખી જૈનને એમ થવું જોઈએ કે-મારે એક પણ જૈન ભાઈ રેટલે દુઃખી તે નહિ જ હોવો જોઈએ. આમાં દરેક સુખી માણસે હજારે ને લાખો ખચીં નાખવાના છે, એમ પણ નથી. આખા સમાજમાં થઈને લાખે ખર્ચાય, પણ વહેંચણું એવી થાય કે કેઈને લાગે નહિ. આ કામ માટે, મેટાં ફંડ કરવા કરતાં અને વ્યવસ્થાની મોટી કમીટીઓ નીમવાને પ્રયત્ન કરવા કરતાં, સ્થળે સ્થળના સુખી માણસે આ કામ સંભાળી લેવા જેવું છે. કમીટીએ અને ફંડનું તોફાન તે, એવું છે કે–વહીવટ, વ્યવસ્થા, ઉઘરાણું વગેરે વગેરે કામોમાં મોટો ખર્ચ થઈ જાય તેમ જ કુળવાન ઉઘાડા પડી જાય અથવા તો ખરી જરૂરવાળાઓ સીદાતા રહી જાય. સાધર્મિક જને પ્રત્યેની ભક્તિથી આ કામ કરવાનું છે. દરેકને ખાવા માટે પાટલે બેસે ને એમ થવું જોઈએ કે–અત્યારે મારાં કેટલાં સાધમિક ભાઈ–બેનને રોટલાની મુશ્કેલી હશે? દરેક જૈન નક્કી કરે કે મારે મારા થડામાંથી પણ ડું, મારાં સાધામિક ભાઈ–બેનને આપવું છે તે કામ થઈ જાય. સ્થલે સ્થલે જેમાં સુખી માણસે તે છે જ. તેઓ જે ડાહ્યા થઈ જાય, તે સુંદર પ્રકારે સાધર્મિક-ભકિત કરી શકે. પિત પિતાના ક્ષેત્રમાં દરેક સુખી માણસ તપાસી લે કે-કેને ત્યાં શું મુશ્કેલી છે અને કઈ જાણે નહિ તેમ તેને ઘેર પહોંચતું થઈ જાય. અમે આટલાં ફંડ કર્યા અને આટલાં શ્રાવક-શ્રાવિકાને મદદ