________________
પહેલે ભાગ
૧૩૭ પડેલી જ કે “અહીં આ રીતિએ જ વર્તાય અને આમ વતીએ તે જ સૌના પ્રતિપાત્ર બનાય તેમ જ કઈ કદી પણ આપણા તરફ શંકાની નજરથી જુએ નહિ!”મુનિઓએ અને શ્રાવકેએ આ વાત વિચારવા જેવી છે. તમારા મંડળમાં નવે કઈ આવી જાય, તે તેના ઉપર તમારા આચાર-વિચારની આવી છાપ પડે ને? આવનારને એમ લાગે ને કે–અહીં સૌ પિતપતાના લીધેલા વ્રતનું પાલનની કાળજીવાળા છે અને
અહીં તેઓને જ વધુ ને વધુ આદર થાય છે, કે જેઓ પિતાના લીધેલા વ્રતનું પાલન કરવાને માટે ઉત્સાહિત રહેતા હોય છે. તમે તમારા આચાર-વિચારથી, સામાના વ્રતપાલનનો ઉત્સાહ વધારનારા જ બને છે ને ? પેલો રાજકુમાર તે દીક્ષિત બનીને, પિતાનાં વ્રતનું સારી રીતિએ નિરતિચાર પાલન કરવામાં, જાણે એકતાન બની ગયે. બીજી તરફ, તેણે ગુરૂમહારાજ અને અન્ય મુનિઓની પણ એવા પ્રકારે આરાધના કરવા માંડી કે-મુનિએ આ રાજકુમારને માટે –બનાવટી શ્રમણને માટે, “આ જ સાધુ શ્રેષ્ઠ છે–એમ માનવા લાગ્યા. એના વિનયાચારથી એ “વિનય રત્ન” તરીકે ઓળખાવા લાગ્યા. સૌ એના વિનયાદિની પ્રશંસા કરવા લાગ્યા.
આ ઉપરથી, જરા કલ્પના તે કરે કે–એ કેવાક પ્રકારે વ્રત પાલન અને વિનયાચરણ કરતો હશે? એનું આ બધું આચરણ, કેવળ ઉદયભાવનું નાટક હતું, કે દંભ હતું, પણ આવું વિનયાચરણ અને વ્રત પાલન જે ક્ષયેશમ ભાવના ચગે જ હોય, તો આનું કેવું સુન્દર પરિણામ આવે? આવા વ્રતપાલન અને વિનયાચરણથી, કર્મો તે ભાગાભાગ કરી મૂકે; પરંતુ એના કમનસીબે, આ વ્રતપાલનાદિ ઉદય