________________
૧૩૬
ચાર ગતિનાં કારણેા
મર્મના જ્ઞાતા હતા અને પ્રભુશાસનને હાનિ થતી અટકાવવાને માટે અવસરે જાન પણ દઈ દે એવા હતા, એમ આપણે તેઓશ્રીએ છેલ્લે કરેલી વિચારણા અને આચરણા ઉપરથી પણ કલ્પી શકીએ એવું છે. આવા સૂરિમહારાજા વગર પરીક્ષાએ દીક્ષા દઇ દે જ નહિ, પણ કપટકુશળ આત્માએ એવા પણ મહાત્માઓને છેતરી જાય, એ શકય છે. મંત્રીશ્વર શ્રી અભયકુમાર મહા બુદ્ધિનિધાન હતા, પણ વેશ્યાથી છેતરાઈ ગયા ને ? વેશ્યા વેશ્યાના વેષમાં હેત, તા શ્રી અભયકુમાર છેતરાત નહિ, પણ એણે પરમ શ્રાવિકાના પાઠ ભજવીને શ્રી અલયકુમારને છેતર્યાં. વેશ્યાનું વર્તન પરમ શ્રાવિકા જેવું જોઈને, પેાતાના હૈયામાં રહેલા ધર્મભાવના યેાગે જ, શ્રી અભયકુમાર એની જાળમાં ફસાઈ ગયા અને એક અબળા શ્રી અભયકુમારને અંધાવીને શત્રુ રાજાની પાસે લઇ જઇ શકી. ધર્મના ભાવમાં આવું અને, એ આશ્ચર્યજનક નથી. ધર્મી ગમે તેટલા ચકાર હાય, પણ ધર્મના આઠે એ છેતરાઈ જાય, એ બનવાજોગ છે. અને, એમાં ધર્માંની નાનમ નથી, પણ એમાં તે ધર્મીની મહત્તા છે. આવી રીતિએ છેતરાઈ જવાય, એમાં ધર્મીની કાળજીની ઉણપ ગણાય નહિ. એમ સૂરિમહારાજા પણ પેલા રાજકુમારની ધર્મના અર્થિપણાની અનાવટમાં આવી ગયા.
એ રાજકુમારે દીક્ષા તે લીધી, પણ એણે, એણે લીધેલ વ્રતાનું પાલન કરવાની કેટલી કાળજી રાખી છે, તે જાણા છે ? સર્વ ક્રિયાઓમાં અપ્રમાદ અને સર્વત્ર વિનયભાવ તા જાણે એના માપના જ. વ્રતપાલનમાં અને આટલે ચાસ અનાવવામાં, અન્ય મુનિઓની આચારપરાયણતાના પણ ફાળા તો ખરો જ. આ મુનિમંડળમાં આવતાં, એના ઉપર એવી છાપ