________________
પહેલા ભાગ
૨૬૩
નિશ્ચયવાળું છે–એમ માની લેવા જેવું છે ખરું ? આજે તેા, તમે એવા બહાદૂર નથી કે–હથિયાર હાથમાં હોય તે છતાં પણ હથિયાર ઉગામી શકે, પણ ધારા કેતમારામાં શક્તિ હોય અને હિંમતે ય હોય, તા તમે શું કરે ? કાઇ ઉપર ગુસ્સે આવી જાય ત્યારે, શક્તિ ને હિંમત હોય તેા પણુ, તલવાર મ્યાનમાં જ રહે કે બહાર નીકળી જાય ?
સ૦ મ્યાનમાં રહેવી મુશ્કેલ.
અત્યારે તેા તમે એટલા ભીરૂ છે કે–સામેા હથિયાર ઉગામશે—એમ લાગે, ત્યાં તે તમે નાસી છૂટા, અથવા તે હથિયારો ખખડે એટલે ત્યાં ને ત્યાં જ કદાચ હૃદય બંધથઈ જાય; પણ સાધન હોય, તાકાત હોય અને હિંમત પણ્ હોય, તે તમે કરામત કરવામાં આાકી રહી જાવ નહિ ને ? કેઇ આપણું ગમે તેટલું નુકશાન કરે, તે પણ તેને પાયમાલ કરવાનું મન ન થાય, એવું હૈયું કેળવ્યું છે ? અપરાધીની વાત મૂકી દઇએ, પણ તમારા સાંસારિક સ્વાર્થની આડે આવતા કેાઈ લાગે, તે એટલા માત્રથી તેા તમે તેનું કાસળ કાઢી નાખવાને તૈયાર થઇ જાવ નહિ ને ? મનને જરા પૂછી જુઓ. કોઈ ને તમે નહિ મારતા હો, તે તેમાં સંયેાગ નહિ મળ્યો હોય અને સંચાગ મળ્યા હશે, તે શક્તિ નહિ હોય; પશુ, મારા સ્વાર્થને ખાતર પણ હું નિરપરાધીને તેા મારૂં જ નહિ, એવા નિશ્ચય ખરા ?
એ રાજાએ તે એ મંત્રિઓનાં હૈયાં કેવાં હશે ?
આ ધર્મને પામેલા એવા પણ રાજા-મહારાજાઓ અને મંત્રિએ આદિએ, સંયેાગવશ ભયંકર યુદ્ધો પણ ખેલ્યાં છે;