________________
પહેલા ભાગ
સુખની સામગ્રી ખૂબ મળે એવી ઈચ્છા છે. એને ટકાવવાનું, એમાં આવતાં વિઘ્નાને ટાળવાનું બળ જોઈએ છે.’ આવી ઈચ્છાવાળા, સુખ આપનારા કર્મ ઉપર ખૂબ રાજી હોય અને એનાં સાધના ઉપર રાગી હાય આમ, પાપ કરાવનારા કર્મની સાથે ઠીક ઠીક મેળ છે ને ? ઘાતીકમ સાથે ગાઢ મૈત્રી અને જે અઘાતી છે, તેમાં જે શુભ છે, તેના ઉપર પ્રેમ અને જે અશુભ છે, તેના ઉપર દ્વેષ-આ ત્રણમાં હા પાડા, એટલે શ્રી જૈન શાસનની છાયાને પામવાની લાયકાત પણ પ્રગટી નથી, એમ નક્કી થાય.
ભૂતકાળમાં કરેલી ભૂલ અહીં કરવી છે ?
૫૫
આટલી બધી તારક સામગ્રીને પામવા છતાં પણુ, આપણામાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનને પામવાની લાયકાત પ્રગટી ન હોય અથવા એ લાયકાતને પામવાની વૃત્તિ આવી ન હોય, તેા પરિણામ શું આવે? તમેઅમે વર્ષોથી ધર્મ કરીએ છીએ ને ? વર્ષોથી ધર્મ કરનારા આપણે, એ તે તપાસીએ ને કે—‘ મારી ધર્મકરણીએ મારા રાગને કેટલા ઘટા ડયો અને ત્યાગની ભાવનાને કેટલી વિકસાવી ?’ ભૂતકાળમાં પણ આપણે ધર્મ નહિ કર્યો હોય ? ભૂતકાળમાં ય આપણે ઘણી ધર્મક્રિયા કરેલી, છતાં પણ આપણી દશા આવી કેમ ? ભૂતકાળમાં આપણે ધર્મ ન કર્યાં હોત, તા આપણે અહીં શી રીતિએ આવત ? શ્રીજિનશાસનની નિકટમાં આવી પહેાંચ્યા, એ પ્રતાપ ધર્મના; પણ આટલી સારી સામગ્રી મળવા છતાં ય જો સસારના રાગ ઘટે નહિ, તેા એ પ્રતાપ કોના ? ભૂતકાળમાં ધર્મ કરતાં કરેલી ભૂલાના જ ને ? ત્યારે જે ભૂલ