________________
૫૪
ચાર ગતિનાં કારણે છીએ. કર્મને બાંધનાર કેણ? કર્મને વેગ અનાદિથી છે, પણ જૂનાં કર્મ જાય તે પહેલાં નવાં કર્મ બાંધવાની ભૂલ આપણે કરી, એટલે કર્મને યોગ કાયમને કાયમ રહ્યો. આપણને સંસારમાં રખડાવનાર કર્મનો યોગ છે, પણ આપણે તેને ઓળખી શક્યા નહિ, માટે જ હજુ સંસારમાં રખડવાનું ચાલે છે ને? હવે તે, આપણે કર્મને ઓળખી લીધાં છે અને આપણે એને કાઢવાની મહેનતમાં જ છીએ, એમ માની લઉં ને ? આપણને સંસારમાં રખડવાનું મન નથી, સંસારમાં રખડવું એ આપણો સ્વભાવ નથી, છતાં કર્મ જ આપણને અનાદિકાલથી સંસારમાં રખડાવ્યા છે અને હજુ પણ કર્મ આપણે પીછે છોડતાં નથી, એટલે કર્મ ઉપર આપણે ગુરુસો ઘણે ને? પણ એ સ્થિતિ નથી. કર્મ ઉપર ગુસ્સે ખરે, પણ તે દુઃખ આપનારાં કર્મો ઉપર. સુખ આપનારા કર્મો ઉપર તે પ્રેમ અને જરૂર લાગે તેટલાં પાપ કરવાની શક્તિ આપનાર કર્મ ઉપર પણ...? સંસારના સુખને મેળવવાને માટે, સંસારના મળેલા સુખને સાચવવા માટે, આવી પડેલા દુઃખનો નાશ કરવાને માટે અને દુખ આવે નહિ તેવી જોગવાઈ કરવાને માટે જરૂરી લાગે તેવાં પાપ આદિની પ્રેરણા આપનારા કર્મો ઉપર શું છે, તે તમે કહે. ધર્મ કર્મનિર્જરા માટે છે, પણ આપણે ક્યાં કર્મોની નિર્જરા કરવી છે, એ તમે નકકી કર્યું છે? પાપની પ્રેરણાદિ આપનાર કર્મ ઉપર રેષ ન હોય, તો તમે જે બધી ધર્મક્રિયા કરે છે, તેની પાછળ કયે ભાવ છે? એ તે જ્ઞાની કહી શકે અથવા પ્રામાણિક અને વિવેકી બનીને આપણે કહી શકીએ. મોટે ભાગે તો એ જ ભાવ જણાય છે કે- દુઃખ નથી જોઈતું તથા સંસારનું સુખ ખૂબ જોઈએ છે અને એથી સંસારના