________________
७४
ચાર ગતિનાં કારણે એટલે તું તે છૂટી, પણ શેઠની તે દશા જ ભૂંડી થવાની છે અને તે તારા કરતાં કેઈણ વધારે! કારણ કે આવી પથારીમાં તું જે એક દિવસને માટે અને તે પણ થોડાક જ વખતને માટે સુઈ ગઈ. તે તેની તને આવી આકરી સજા મળે છે, તે શેઠ તે આ પથારીમાં જ અને તે પણ કલાકોના કલાકો સુધી સુઈ જાય છે, એટલે આ પથારીના મેહ બદલ એમને જ્યારે સજા થશે, ત્યારે તે કેટલી બધી થશે?
આવા ભાવનું કહ્યા પછીથી, એ બાઈ, છેવટમાં પિતાના શેઠને કહે છે કે “તમને પૂરતી સજા થવાની છે એ મને વિચાર આવ્યો, એટલે મને હસવું આવ્યું ! મને થયું કેઆટલી સજામાં તું શાની રડે છે ? ઘણું ઘણું રડશે તે પણ મારમાંથી છૂટશે નહિ, એ ખરેખર વખત તે તારા આ શેઠને માટે આવવાને છે, માટે ધીરજ ધર !”
બાઈ જે વખતે આ બધી વાત કહી રહી હતી, તે વખતે પેલે અમલદાર, એના વિચારની વાતને સાંભળતાં સાંભળતાં, પોતાના વિચારમાં ગરકાવ બની ગયો હતો. એ વખતે, એના મેહનું જોર ઓછું થઈ જવા પામ્યું હતું, એટલે એને એમ થઈ ગયું કે આ નોકરડી બાઈમાં જેટલી અક્કલ છે, તેટલી અક્કલ પણ મારામાં નથી ! ગુસ્સામાં ને ગુસ્સામાં, હું કેટકેટલા ગુન્હાઓ કરૂં છું ? કેઈને ય ગુન્હાને હું નથી સહન કરી શકતો, તો પછી મારા આ બધા ગુન્હાઓને કે સહન કરી શકશે? જે દિ કુદરત રૂઠશે અને મને મારા કરેલા આ બધા ગુન્હાઓની સજા મળે–એવું તે નિર્માણ કરશે, તે દિ મારી શી હાલત થશે?”
આ વિચાર આવતાંની સાથે જ, એ અમલદારે, એ