________________
પહેલા ભાગ
૨૧૫
‘હે ભગવન્ ! આ માણસે આ શું કર્યું ?' ગુરૂ મહારાજ કહે છે કે--‘ભદ્ર ! આ માણસે આજે તપ કર્યાં.’ આમ કહીને, ગુરૂ મહારાજે, તેને તપના અંગીકારના વિધિ સમાન્ચે; અને તપ કરવાથી કેવું ફળ મળે છે, તે પણ તેને કહ્યું. આ સાંભળીને, એ નાકરે તરત જ તપ કરવાના નિર્ણય કરી લીધા. એને લાગ્યું કે—પૈસા નથી, તે પૈસા વિના પણ થઇ શકે એવું આ ઉત્તમ કાર્ય છે!' એની પાસે જો પૈસા હાત, તા એ પોતાના બ્યના વ્યય કરીને પૂજા કર્યા વિના રહેત નહિ; પણ એની પાસે પૈસા નહાતા, એટલે એનું મન લાચાર બની ગયું હતું. આમ છતાં ય, પૈસા વિના પણ થઇ શકે તેમ હોય તા, જે ધર્મકૃત્ય થઈ શકે તે ધર્મકૃત્ય કરવાની એની મનેાવૃત્તિ તા હતી જ; એટલે, એણે ઝટ ગુરૂ મહારાજની પાસે ઉપવાસનું પચ્ચખ્ખાણ કરી લીધું.
છતે પૈસે, પૈસા વગર થતા ધર્મને જ શેાધે, એમાં તે પૈસાની મૂર્ચ્છના અતિરેક ગણાય. પૈસાવાળો તે, પૈસાથી થતા ધર્મ પણ કરે અને સાથે સાથે કાયાદિકથી થઈ શકે તેવા ધર્મ પણ કરે, જેની પાસે જે હોય, તે તેના શકિત અને ભાવના મુજબ ધર્મ કરવામાં ઉપયાગ કરે. તમને આ વાત તે સમ જાય છે ને ? આણે, પૈસા બચાવવાને માટે, પૈસા વગર થઇ શકે એવા ધર્મ નહોતા શેાધ્યા, એ વાત તમારા ખ્યાલમાં આવી ગઇ છે ?
સારા શેડ મળવાથી, આ રીતિએ બન્ને નાકર ધર્મકાર્ય કરી શકયા. તમારા નાકરમાં લાયકાત ભાળો, તેા અને ધર્મ પમાડવાનું મન, તમને થાય ને ? તમારા ઘરનું કેાઈ ધર્મથી વંચિત ન રહી જાય, એવી ઇચ્છા તે ખરી ને ? તમે તમારાથી