________________
પહેલે ભાગ
૨૬ઠીક નથી થતું” એમ થવું જોઈએ. એ તજવા ગ્ય જ છે, એ વાત હૈયામાંથી વિસરાવી નહિ જોઈએ. ધારે કે-કેઈએ. તમારા છેકરાનું ખૂન કર્યું. તમારા છોકરાનું ખૂન કરનાર પકડાઈ જાય, તે તેને તમે કોર્ટમાં લઈ જાવ ને? કોર્ટમાં કેસ ચાલ્યો અને તમારા છોકરાનું ખૂન કરનારને કૅટે ફાંસીની સજા કરી, તે એ જાણીને તમારે હૈયે આનંદ આવે ને? “ઠીક થયું, એ જ દાવને હત”—એમ થાય ને? એ આનંદ આવી ગયા પછી ય, એમ થાય ખરું કે-છેક તે ગયે જ હતું, પણ મેં આના વધના અનુમોદનથી, નાહકનું પાપ ઉપાર્યું? આ મરે તે ય છે તે પાછા આવવાને નહેતે જ, તો આને હું કોર્ટમાં શું કામ ઘસડી ગયા?” આપણું ઉપર ઘા કરવા કેઈ આવ્યા અને આપણું નસીબ સંજોગે, આપણા ઉપર ઘા કરતાં પહેલાં, એ પોલીસના હાથમાં સપડાઈ જાય, તે એને તમે શિક્ષા કરાવીને રાજી થાવ ? કે એને છોડાવીને એ સુધરે એ માટે કાંઈ કરો ? તમે એવા સ્થાને બેઠા છે કે–પંચેન્દ્રિય પ્રાણિના વધના પ્રસંગે આવે એ બનવાજોગ છે; કદાચ, તમે તેનો વધ કરે અગર કર, તે ય બનવાજોગ છે; પણ એ વખતે ય “પાપમાં બેઠે છું, માટે આવા પાપ કરવાં પડે છે”—એમ હૈયું હાલે ખરું ને? શ્રી કુમારપાલે યુદ્ધો ખેલ્યાં છે, પણ એમના હૈયામાં કેવી
દયા, ઉદારતા ને ગંભીરતા હતી? શ્રી કુમારપાલ મહારાજા જેમ અવસરે યુદ્ધ કરવાને જઈ શકતા, તેમ ગમે તેવા દુશમનને પણ અવસરે બચાવી લેવાની ઉદારતા બતાવી શકતા.