________________
પહેલે ભાગ
૧૩૯ દીધું નહિ. દરેક વાતમાં અને દરેક વર્તનમાં, એણે એટલે બધે શાન્તભાવ રાખે કે-ખૂદ આચાર્ય મહારાજને પણ લાગ્યું કે-“આ આત્મામાં શમ પરિણમ્યો છે. આવી અસર થયેલી હોવાથી જ, આચાર્યમહારાજ દ્વારા, સહસાત્કારે ભૂલ થઈ જવા પામી.
રાજા ઉદાયી, અષ્ટમી અને ચતુર્દશીના દિવસોએ, રાત્રિપૌષધ કરતા હતા. રાજા પૌષધ પણ પોતાના મહેલમાં જ કરતા હતા અને એથી સ્વ–પરને ઉપકાર સાધવાના માર્ગને જાણનારા તથા સ્વ-પરનો ઉપકાર સાધવામાં પરાયણ આચાર્ય મહારાજ પણ, ધર્મકથાના હેતુથી, એ દિવસે રાજમહેલમાં જઈને, ત્યાં જ રાજાની સાથે રાત્રિ પસાર કરતા હતા. એ મુજબ, એક પર્વતિથિના દિને, સાંજના સમયે સૂરિમહારાજ રાજમહેલમાં જવાને માટે તૈયાર થયા અને સંભ્રમથી તેઓએ પેલા માયાવી શ્રમણને આજ્ઞા કરી કે-“હે ક્ષુલ્લક ! ઉપકરણ લે. આપણે રાજકુળમાં જઈએ !” | માયાવી શ્રમણ રૂપે રહેલા રાજકુમારને તક મળી ગઈ. આટલી બધી મહેનત આજે લેખે લાગશે, એમ એને લાગ્યું. રાત્રિ માટે આવશ્યક ઉપકરણો એણે લઈ લીધાં બાર બાર વર્ષોથી ઓઘામાં છૂપાવીને સાચવી રાખેલી છૂરી પણ સંભાળી લીધી; અને ભક્તિ રૂપ નાટકને કરતે તે રાજકુમાર મુનિ, આચાર્યમહારાજની સાથે ચાલ્યા.
રાજમહેલમાં ગયા બાદ, લાંબા સમય સુધી ધર્મક્રિયાઓ અને ધર્મકથાઓ ચાલી. ધર્મકથા કરીને આચાર્ય મહારાજ તથા પૌષધમાં રહેલ રાજા ઉદાયી પણ સંથારા ઉપર સુઈ ગયા. શાસનના એ બને મહાપુરૂષે સુઈ ગયા અને નિદ્રાધીન