________________
–
૨૭૮
ચાર ગતિનાં કારણે કુટુંબમાં ય અણબનાવના પ્રસંગે અનેક આવે ને? જેને પુણ્યને યોગ હોય, તેને સંબંધી સારા મળે, બાકી તે, સંબંધિઓ પણ ખરાબ મળે ને? તમને સંબંધિઓ પ્રતિકૂળ મળ્યા હોય, તે શું થાય? એવા સંબંધિઓ પણ મળે છે કે–એમને ઘર બહાર કાઢી શકાય નહિ, સજા થઈ શકે નહિ અને એ પ્રતિકૂળપણે વર્યા વગર રહે નહિ. એમને તમે કઈ જ કરી શકે નહિ, પણ મનમાં તે બળ્યા કરે ને? એનું મેટું ન જેવું પડે તે સારું, એમ થાય ને? એમ મનમાં બળ્યા કરતાં “આવા મરે તે સારૂં”—એમ પણ થઈ જાય ને? મન ઉપર કાબૂ મેળવ્યો હોય, તો એવા વખતે, કેટલા પાપ-વિચારથી આત્માને બચાવી શકાય? તમારે તે વારંવાર સાવધ રહેવું પડે. તમારા જેવાં દુર્ગાનનાં કારણે અમારે નથી. અમારું મન દુર્યાનમાં ચડે, તે તે અમારી નાલાયકાતથી જ ચઢે. તમે તે કારમાં બેઠા છે, એટલે વાત-વાતમાં પ્રસંગ આવે. તમારે એવું હૈયું કેળવવું જોઈએ કે-કેઈને શિક્ષા, સજા આદિ કરવી પડે, તે ય એના દુખથી તમે આનંદ અનુભવે નહિ. તમારું દિલ એવું બનાવવાનો પ્રયત્ન કરે કે તમારા દિલમાં કેઈના ય ભૂંડાની ભાવના આવે નહિ! તમે એમ કહી શકે કે-અમને કોઈને ય માટે ક્રોધ આવે, તે તે બહારને–દેખાવને માત્ર હેય એ ક્રોધ આવે, પણ હૈયાથી એનું અહિત ઈચ્છાય, એવો ક્રોધ તે. અમને આવે જ નહિ !
સ. ક્રોધ જ નહિ આવો જોઈએ ને?
એમ ? ક્રોધ ન આવે તો તે ઘણું સારું પણ કોઈ આવે તે ય તે ગમે નહિ, એમ ખરું?