________________
૨૭૯
પહેલો ભાગ મારે તે ય મારવાને ઈરછે નહિ અને માર્યું તે ગમે નહિ?
અવસરે માને પોતાના છોકરા ઉપર ક્રોધ આવે કે ન આવે? માને પિતાના છોકરા ઉપર પણ અવસરે કોઇ આવી જાય, એ બનવાજોગ છે; ક્રોધમાં આવી જઈને મા છોકરાને મારે, એ પણ સંભવિત છે; પણ મા છેકરાને ગુસ્સામાં ને ગુસ્સામાં ભૂખ્યો મારે, એ સંભવિત છે? છોકરાએ નહિ કરવા જેવું કરી નાખ્યું, માએ એ જોયું-જાણ્ય, એથી માને ગુસ્સે આવવાથી કે ફરીથી તેવું ન કરે એ માટે પણ માએ છોકરાને માર્યો, પણ પછી મા શું કરે? પિતે રોવડાવેલા છેકરાને રેતે છાને રાખવા, એનાં આંસુ લુછવા પણ, એ જ મા જાય ને? મા ઘણું સમજાવે, પંપાળે, મનાવે, પણ પેલો હઠે ચડ્યો અને ભૂખે પડયો રહે, તો મા એની પાસે રડવા બેસે ને? પછી, જે છોકરાને માર્યો હોય, તે જ છોકરાને એ મા હેતથી ખવડાવે ને? તેમ, તમારે પણ મા જેવા બનવું જોઈએ. તમે જે તમારા હૈયાને સૌ પ્રત્યે મા–બાપના જેવું બનાવી દે, તો તમે સંજોગવશાત્ પ્રાણિવધાદિ કરવા છતાં પણ, એના ભયંકર કેટિના પાપથી બચી જાવ. સ માને તે હેત હોય છે, એટલે કુદરતી ત્યાં એમ થાય
છે, પણ બીજે એવું હેત ક્યાંથી લાવવું? જે જેની સાથે તમારે અણબનાવ આદિના પ્રસંગે આવે છે, તે જીવોમાં પણ કેઈ જવો, કઈ ભવમાં તમારાં માતા, પિતા, પુત્ર, પુત્રી આદિ હશે ને ? અનન્તાનન્ત કાળ ગયે, તેમાં આપણે કેની સાથે કેટલા સંબંધ બાંધ્યા અને કેટલા સંબંધે છોડયા–એની કલ્પના તે કરી જુઓ!