________________
૨૫૪
ચાર ગતિનાં કારણો એમ થયા જ કરે કે-“મારે જરૂર નથી, છતાં આટલું બધું મારી પાસે છે, તે મારે આ બધું શું કામ રાખવું? હું ખાવાને કેટલું ? પહેરવાને કેટલું ? વાપરવાને કેટલું ? ભેગવવાને કેટલું? છતાં, આટલું બધું હું શું કામ રાખી બેઠે છું?” મમતા ઘટે, એટલે સદુપયોગ કરવાનું મન થાય. તમારે રહેવાને મકાન કેટલાંક જોઈએ? તમે રહે તો એકમાં ને ? એકને બદલે બે મકાન હોય, તેમ છતાં પણ જે ત્રીજું મકાન બંધાવવાનું મન થાય, તો “આ જીવને બે મકાનની પણ શી જરૂર હતી?”-એ વિચાર, એને પિતાને તે આવે જ ક્યાંથી? ખરો મહા પરિગ્રહી તે, તે જ છે કે-જેને જેટલું મળે તેટલું ઓછું જ લાગ્યા કરે, અને મારે કેટલું જોઈએ છે એનું–માપ જ જે કાઢી શકે નહિશ્રી શાલિભદ્રજી, શ્રી ધનાજી, શ્રી ભરતજી વગેરે કેવા હતા? એમને પરિગ્રહ કેટલો ? મહા પરિગ્રહી અને મહારંભી હોવા છતાં પણ, એ પુણ્યવાનના હૈયે લખાએલું કે-આ રાખવા લાયક નથી, તજવા લાયક છે. એ રાખતા ખરા, પણ રાખવું સારું છે–એ બુદ્ધિથી નહિ! “મહા પરિગ્રહ વિના સુખ નહિ”—એવું તમારા હૈયે લખાએલું છે અને પણ “મહા પરિગ્રહ એ નરકનું કારણ છે . –એવું લખાએલું હતું, એમ લાગે છે? એમ ન હત, તે શ્રી શાલિભદ્રજી જેવા સુકમળ, સર્વત્યાગ કરી શકત ખરા ? શ્રી ધનાજી જેવા, ભાઈઓને કજીયા કરતા સાંભળીને, પિતાની રળેલી સંપત્તિને પણ તજી દઈને, પહેર્યા કપડાભેર ઘર છોડીને ચાલ્યા જઈ શકત? શ્રી બાહુબલિજીને કેશકુંચન કરીને ચાલી
જતા જોઈને, શ્રી ભરતજી એમની અનુમોદના કરી શકત? છે અને એમ વિચારી શકત કે-વં મતોન?' ગાદીએ