________________
૩૫૧
પહેલો ભાગ સારા માર્ગે ખર્ચાશે”—એમ થાય ખરું? “આમ તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે–ખર્ચવાને ઉલ્લાસ ન આવત, પણ ઠીક થયું કે આ આવ્યા, એટલે થોડું પણ સારા માર્ગે ખર્ચાશે.... આવી રીતિએ વિચાર કરો ખરા ? શક્તિ તે નાશ પામી રહી છે, કેમ કે-પુણ્ય ખૂટતું હશે; પણ તમે તમારી મેળે તમારી ભાવનાને અને બીજાઓની ભાવનાને પણ નાશ કરી નાખવાનું પાપ, શું કામ વહોરી રહ્યા છે? ગરીબ પૈસે દુઃખી અને શ્રીમંત હૈયે દુઃખી
કેટલાકને તો, પસાની પ્રાપ્તિ ચાલુ હોવા છતાં પણ, લોભે એટલા બધા ઘેર્યા છે કે–ઘણાને આ વાત ગમતી નથી; એટલે આ વાત મૂકી છે કે-જેટલા પિસા પામવા જેગું પુણ્ય છે, તેટલા પૈસાને પચાવવા જેગું હૈયું છે કે નહિ? પિતાની મને દશા કેવી છે, એ જાણવાનું આ એક માપક યંત્ર છે. પિસા આવે, એટલે એને હૈયામાં ઉસેક ન આવે, નાનાએને અનાદર કરવાનું મન થાય નહિ; હિંસાદિકથી ભરેલા ધંધાઓને સર્જવાની અથવા તો એવા ધંધાઓમાં ઠેકેદાર બનવાની રૂચિ થાય નહિ; અસત્યાદિ તરફનું વલણ વધે નહિ; તેમ જ, જ્યારે પણ પોતાના પૈસાથી કોઈના દુઃખનું નિવારણ કરવાની તક આવી લાગે, ત્યારે આનંદ થાય; ધર્મસ્થાનમાં લક્ષમી વાપરવાના મનોરથો પ્રગટે; પસે જાય તે ય ખમી ખાવાનું મન થાય; આવું આવું કાંઈ મનમાં છે કે નહિ? કે પછી, એક પૈસા જ મળી ગયા છે? મોટે ભાગે તે આજે એવી હાલત જણાય છે કે–ગરીબ મુખ્યત્વે પેસે દુઃખી છે અને શ્રીમંત મુખ્યત્વે હૈયે દુઃખી છે. પેલો પૈસે