________________
૩૫૦
ચાર ગતિનાં કારણે ઉભી થતી નથી. ટીપ કરવાને માટે બહારગામથી જે ભાઈએ આવે, તેને આગેવાને ઘરે લઈ જાય અને આદરથી જમાડે. પછી, બધી હકીકત પૂછી લે અને જુએ કે-હમણાં ટીપમાં વધારે નાણાં ભરાય તેમ નથી, તે એવી રીતિએ વાત કરે કે–સામાના હૈયામાં આરદભાવ જન્મે. એ કહે કે “તમે અહીં ટીપ લઈને આવ્યા તે બહુ સારું થયું; અમને સારા કામમાં બે પૈસા ખર્ચવાની તક તમારા આવવાથી મળી, અહીં બધાની સ્થિતિ સારી હોત, તે તમારું કામ અહીં જ પતાવી દેત; પણ હમણાં સંગે અનુકૂળ નથી, એટલે તમે ધારી હોય તેવી મેટી ટીપ અમે ન કરી આપી શકીએ, તે તેથી દુઃખ લગાડશે નહિ; તમે આવ્યા છે, એટલે તમને ફુલ નહિ તે ફુલની પાંખડી પણ અમે આપીશું, પણ તમે ઓછું મળ્યું માનીને નિરાશ થશે નહિ!” આમ તેમને સમજાવી દે અને સંઘમાં વાત મૂકીને શક્તિ મુજબ ટીપ ભરાવી આપે. આવનારાઓ ઘણું લેવાની આશાએ આવ્યા હોય અને મળે થોડું-એમ બને, પણ આગેવાને વર્તે એવી રીતિએ કેપેલા નિરાશ થવાને બદલે ખૂશ થઈને જાય ! મોટી આશા રાખવામાં પતે ભૂલ કરી હતી-એમ એમને લાગે, પણ થોડું આપનાર માટે દુઃખ લાગે નહિ ! જ્યાં જાય ત્યાં એ વાત કરે કે-“અમુક ગામે ગયા હતા. ત્યાં આગેવાન શેઠીયાઓ બહુ સમજુ ! ટીપ તો મટી થઈ શકે તેમ નહોતું, પણ એમણે જે પ્રેમ બતાવ્યો, તે વિસરી શકાય એવું નથી !” તમે આવું તે કરી શકે કે નહિ ? આજે ટેપ કરવા આવનાર ક્યાં ઉતર્યા છે અને ક્યાં જમે છે, તેની ચિન્તા તમે કરો ખરા ? એમને જોઈને “આ આવ્યા તે બે પૈસા