________________
૩૪૯
પહેલે ભાગ આવવાને બદલે, હવે વ્યાખ્યાન વખતે ટીપ કરનારાઓ ન આવે, એવી વ્યવસ્થા કરવી જોઈએ”—એવો વિચાર કેમ આવ્યો? આજે ટીપે વધી ગઈ છે–એ સાચું; મેટે ભાગે સ્થિતિમાં મેટો ફેરફાર થઈ ગયે છે–એ પણ સાચું; ખર્ચા ઘણી રીતિએ વધી ગયા છે–એ પણ સાચું; પરન્ત ભાવનામાં મોટું અને ખોટું પરિવર્તન આવી ગયું છે, એ પણ એટલું જ સાચું છે. ભાવનામાં પરિવર્તન આવી જવાથી, જે ખર્ચાઓ ખરેખર ઘટાડવા જેવા છે, તે ખર્ચાઓને ઘટાડવાના પ્રયત્નમાં લાગી જવાને બદલે, દાનાદિક ન કરવાના પ્રયત્નોમાં લાગી જવાયું છે અને તે અધોગતિની નિશાની છે. તમે જરા ડાહ્યા થઈને. વિચાર કરશે, તે તમને પણ આ વાત સમજાશે. જેનના હૈયામાં દાનાદિકના નિષેધનો વિચાર આવે ખરે? જેનને તે એમ થયા કરે કે-“મારા ખાવાના ભાણુમાંથી પણ હું કેઈને થોડું કે ય આપી શકું તો સારું !” જે જૈનો એમ માનતા હોય કે-દાનાદિકમાં જે લક્ષ્મી વગેરે વપરાયું તે જ સફલ છે, તે જૈનો ટીપ કરનારાઓને આવવાનો નિષેધ કરવાની વિચારણા કરે, તે કેમ શેભે ? આજે જેટલી શક્તિ ઘટી. છે, તેના કરતાં ભાવના વધારે ઘટી છે. આવા કાળમાં તે, દાનાદિકની ભાવનાને ખૂબ જ ઉત્તેજિત કરવી જોઈએ. એમ થવું જોઈએ કે વિષમ કાળ આવ્યું છે. ક્યારે લૂંટાઈ જઈશું, તેની ખાત્રી નથી. કેને દઈ દેવા પડશે તે સુઝતું નથી. એને બદલે, સંતોષથી બેસી જાઉં અને વધારાનું જે કાંઈ હોય તેને સદુપયોગ કરી લઉં ! આગેવાનોનું શાણપણ : - જ્યાં આગેવાને ડાહ્યા હોય છે, ત્યાં આવી ભાંજગડ