________________
૩૪૮
ચાર ગતિનાં કારણે એમ સમજાય છે ને ? સમ્યગ્દષ્ટિ આદિને રૌદ્રધ્યાન આવી જાય, પણ એ જન તો એ ન આવે એની કરે ને ? એનું લક્ષ્ય, એ રૌદ્રધ્યાન ભૂલેચૂકે પણ ન આવે, એ તરફ હેય ને ? તમે પણ હવે તે રૌદ્રધ્યાનથી બચતા રહેવાની કાળજી અવશ્ય રાખવાના ને ? ધર્મસ્થાનોમાં આવતી ટીપને બંધ કરાવવાનો વિચાર કરે
' 'એ ય શોભે નહિ?
આજે કેટલાકની ફરિયાદ છે કે-“ધર્મસ્થાનમાં પૈસાની ટીપ ન આવે તો સારું. પૈસાની ટીપ આવશે, તે લેક આવશે નહિ.” પણ એટલો વિચાર કરતા નથી કે ધર્મસ્થાને, એ તે દાનાદિકનાં સ્થાને છે. ધર્મસ્થાનોમાં દાન, શીલ, તપ અને ભાવ-એ ચારે ય પ્રકારને ધર્મ શક્તિ, સામગ્રી અને અધિકાર આદિ મુજબ સેવવાને હોય. દાનાદિક માટેનાં આ સ્થાનેમાં, દાન લેવાને માટે કઈ આવે, તે તેને નિષેધ કેમ કરી શકાય? તમારી શક્તિ ન હોય, તે આવનારને શક્તિ નથી–એમ કહેવું જોઈએ, ઓછી શક્તિ હોય, તે ઓછું પણ ઉલ્લાસથી આપીને હાથ જોડવા જોઈએ; પણ “કેઈએ ધર્મકાર્ય માટે ટેપ કરવાને અહીં આવવું નહિ ”—એમ કહેવાય નહિઃ કેમ કે-આ સ્થાને તો શક્તિ મુજબ દાનાદિ કરવાને માટેનાં જ છે. શક્તિ, સામગ્રી અને ભાવના હોય, તે આ સ્થાનમાં ટીપ કરવાને માટે જેઓ ન આવતા હોય, તેઓને પતે બેલાવવા જોઈએ. અહીં તે, શક્તિ-સામગ્રી હોય તેણે, દાનાદિકના ભાવથી અગર તે દાનાદિકના ભાવને પેદા કરવાને માટે પણ દાનાદિક કરવાં જોઈએ. આવો વિચાર