________________
३४७
પહેલે ભાગ સંગોમાં શું શું કરવું જોઈએ, એના ધ્યાનમાં લાગી જાય, તે હિંસા, અસત્ય, ચેરીના કેટકેટલા ઘાટ ઘડી નાખે? જે ચેર આમથી લેવા આવે તે આમ ઠાર કરે, એમ પણું થાય કે ? કઈ પૂછશે ત્યારે આમ કહીશ, એવો અસત્યનો પણ વ્યવસ્થિત વિચાર થાય કે? અહીં ભયનું કારણ બને અને બીજે ધનને ખસેડવાની જરૂર હોય, તે કેઈને જણાય. નહિ અગર દાણ વગેરે ભરવું પડે નહિ, એ માટે ચેરી કરવી અને તે અમુક અમુક રીતિએ કરવી, એમ પણ થાય છે? હિંસાની ક્રિયા, અસત્યની ક્રિયા અને ચારીની કિયા કરતાં પણ, સંરક્ષણની વૃત્તિથી ધ્યાનમગ્ન બની, હિંસાદિની યોજનાનું તમે ચિતન અને ઘડતર કરે, એ વધારે ખરાબ છે, એમ લાગે છે? પરિગ્રહને લાભ કેટલે ભૂડે છે? લકમી આવી ન હોય પણ આવવાની હોય, છતાં એને આમ સાચવીશ ને તેમ સાચવીશ, એને સાચવવાને માટે આમ કરીશ ને તેમ કરીશ, એવું ધ્યાન આવી જાય ખરું કે ? આવું રૌદ્રધ્યાન તીવ્ર પ્રકારનું બને તે નરકાદિનું કારણ બને છે, એવું જાણનારે, એવું ધ્યાન ન આવે તે માટે વિચારે ઉપર કાબૂ રાખવાને પ્રયત્ન કર્યા કરે ને ? મળેલા ધનાદિના સંરક્ષણને પ્રયત્ન કરે, તે પણ,
એ માટે જેમ બને તેમ મન દૂષિત ન થવા પામે તેની કાળજી રાખે ને? જેમ વિવેક વધારે, તેમ પાકિયા કરવા છતાં પણ,
એ કર્યા પહેલાં, એ કરતી વેળાએ અને એ કર્યા પછી પાપવિચારે ઓછા અને “ઠીક નથી કરતો” વગેરે. વિચારો વધારે, એમ બને ને ? રૌદ્રધ્યાન નરકનું કારણ હોવા છતાં પણ, સમ્યગ્દષ્ટિને, વ્રતધારી શ્રાવકને અને સાધુને ય એ ન જ હોય –એવું નહિ; એટલે, એની જેટલી મંદતા થાય તેટલું સારું,