________________
પહેલે ભાગ
૨૯૩ મરતાં સાચા દિલથી વોસિરાવી શકાય, એ માટે શું કરવું પડે? મનને કેળવવું જોઈએ ને? જ ધ્યાન રહેવું જોઈએ ને? “આ પાપનું સાધન છે તજવા લાયક છે; રાખવા લાયક નથી; રાખ્યા સિવાય છૂટકો નહિ હતો, કેમ કે-સંસારમાં રહ્યો હતો, માટે રાખ્યું હતું”–આવા વિચારે એ વખતે આવે, એ માટે જ અભ્યાસ કરવો જોઈએ ને? બંગલામાં પિસતાં, એમ થાય છે કે મેં આ પાપનું સાધન ખડું કર્યું છે? આ સાધનને મેં સુખનું સાધન માન્યું છે, પણ આ બંગલે સુખનું સાધન થવું અને તે પણ પુણ્યદય હોય તે, બાકી પાપનું સાધન તે ઘણું! આનાથી સુખ મળે તે યા તે ચેડા કાળને માટે અને આના રાગાદિના ગે જે પાપ બંધાય, તે પાપ દુઃખ દે ઘણે કાળ!' એ એમ પણ વિચારે કેસુવાને હું એક ઓરડામાં, છતાં બધા ઓરડાનું પાપ આવવાનું મારે માથે.” આવા વિચારે, કોઈ વખતે ય આવે ખરા? અને કોઈ વખતે આવા વિચારે નહિ આવે, તે ય તમે મરતી વખતે હૈયાથી એને સિરાવી શકશે, એમ માની બેઠા છે? હજુ તે બંગલામાં પેસતાં શું થાય છે? ઠીક બંધાય છે, પણ અમુક ઠેકાણે બારી મૂકી હોય તે સારું અને અમુક ઠેકાણે બારણું મૂકયું હોય તો સારું! આ રસ અનુભવનારાઓ, મરતી વેળાએ પણ સાચા દિલથી સિરાવી શકે, એ મુશ્કેલ છે. મૂકીને જતા નથી, પણ હૈયે લઈને જાય છે!
મરતી વખતે કેટલાકને તે મમત્વનું જોર ઊલટું વધી જાય છે. મૂકીને જવું પડે, એ એટલું બધું વસમું લાગે છે