________________
૨૯૪
ચાર ગતિનાં કારણે કે–એની મનેદશા એ જ જાણે. દુનિયા હયાને દેખતી નથી, માટે કહે છે કે-મૂકીને જાય છે, પણ મમત્વને દબાવી નહિ શકનારાઓ તે, બધું હૈયામાં સાથે લઈને જ જાય છે. સિરાવીને નહિ જવામાં અને હૈયે લઈને જવામાં, બહુ નુકશાન છે. મમત્વના ગે જે નુકશાન થતું હોય તે તે થાય જ, પણ આ શરીર અહીં ર–તેને સંબંધિઓ આદિ સળગાવે, તેમાં ય એને પાપ લાગે છે અને એનું હાડકું રહી ગયું હોય ને તે કોઈને વાગે તે એનું ય પાપ એને લાગે છે, કારણ કે-હૈયાથી મૂક્યું નથી. શરીર આદિને તે લઈ જઈ શક્યો નહિ માટે લઈ ગયે નથી, પણ શરીર આદિને હૈયે રાખીને ગયો હોય, તે શું થાય? જેમ તમે બધા પરદેશથી અહીં આવ્યા છે, તે ત્યાંનાં ઘરબાર-પેઢી વગેરેને, મૂકીને જ આવ્યા છે ને ? દેખીતી રીતિએ તો તમે એ બધાને છેડીને આવ્યા છે, પણ હૈયે તે એ બધાને લઈને જ આવ્યા છે ને ? ચાર દહાડે કાગળ આવે જ જોઈએ, એવી એવી સૂચનાઓ કરીને આવ્યા છે ને? અહીં બેઠાં બેઠાં ત્યાં કેમ હશે, ત્યાં શું થતું હશે, એની ચિન્તા ખરી ને ? અત્યારે અહીંયાં નિરાંતે બેઠા છે, પણ ત્યાં કાંઈક સળગ્યું એવું સાંભળે, તે તમને શું થાય? અહીં પણ હૈયું સળગે ને? એવામાં જે એમ થઈ જાય કે-“મારે જવું જોઈએ તે શું કરે? એવા વખતે, ચાલે તે મહારાજ પાસે બારી કઢાવે અને મહારાજ બારી કાઢી આપે નહિ, તે પિતે બારણું ખેલી નાખે, એવા કેટલા? હૈયામાંથી એક વસ્તુને કાઢી નાખી ન હેય, તે એ શું કામ કરે છે, તે જુઓ ! અને હૈયામાં બહુ મમત્વ ન હોય, તે પાસેની વસ્તુ જાય, બગડે, તે ય બહુ