________________
પહેલે ભાગ
૨૯૫ લાગે નહિ અને ઝટ મનને થાય કે-“પણ એ મારી હતી જ ક્યાં? એને સ્વભાવ એ હતો અને મારે સંબંધ પૂરે થયે, એટલે એ ગઈ” આમાં કેટલો તફાવત? જીવતાં જીવતાં સદ્ગુરૂઓના પરિચયમાં રહેવા છતાં પણ આ બધાને તજવાની વૃત્તિ ન આવે; આમાં જે મારાપણાની બુદ્ધિ છે તેને દૂર કરવાનું ગમે નહિ; રાત-દિવસ “મારું, મારું જ કરતા રહેવાય; તે મરતાં રીબાતી વખતે આ બધાને સાચા દિલથી સિરાવવાની વૃત્તિ ક્યાંથી આવે? કેઈને ય એ વૃત્તિ કરતાં ન જ આવે-એમ તે ન કહેવાય, પણ જીવતાં જેણે મનને કેળવ્યું નથી, તેને એ વૃત્તિ આવવી મુશ્કેલ તો ખરી ને ?
સમરતી વખતે પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવાય છે ને ?
એ તે એક રીત થઈ પડી છે. એથી પણ કદાચ કઈને લાભ થઈ જાય, એટલે સંભળાવવાની ના નથી; બાકી તમે તે એ સ્તવનને ય એવી છેક છેલ્લી ઘડીએ સંભળાવે છે કેજ્યારે પ્રાયઃ મરનારની સાંભળવા, વિચારવા અને વોસિરાવવા જેવી સ્થિતિ રહી ન હોય. એવાં સ્તવનાદિને રેજ વાંચીને સુઈ જતા હે, તે ? જ એના અર્થનું અને એમાં આવતી વાતોનું ચિન્તન કર્યું હોય, તો કેટલે બધે ફેર પડી જાય ? આજે તે પ્રાયઃ એવી હાલત છે કે-ક્યાંકથી એ સ્તવનને અવાજ આવે, તે કહે કે-“શું થયું ? કોણ જાય છે ?” કજીયે થતે સાંભળે, તે ન પૂછે. કહે કે- હોય એ તે!” અને આમાં પૂછે. કેમ? જાણે અન્ત ઘડી પૂરતી જ એ વસ્તુ છે! અન્ત ઘડીએ પણ જે સાંભળવા અને સંભળાવવા લાયક છે, તેનું જ ચિન્તન કર્યું હોય અને મનને ટેવ પાડી હેય, તે કેટલો બધે ફેર પડે? મરતી વખતે કોઈ સંભળાવનાર