________________
૨૯૬
ચાર ગતિનાં કારણે ન હોય, તો ય પિતે મનથી દુષ્કતની નિન્દા અને સુકૃતની અનુમોદના કરી શકે, શરણાને ગ્રહણ કરી શકે અને સિરાવવા ગ્યને સિરાવી શકે; જ્યારે મનને ટેવ પાડી ન હોય અને ઊલટી ટેવ તે પડેલી જ હોય, તો સંભળાવનાર મળે તે ય કદાચ લાભ થાય નહિ. આ બધો પાપને વા-વંટોળ છેઃ
તમારે તે, આ બધાને હૈયામાં સાથે લઈને જવું નથી ને? ઉંચામાં ઉંચી કેટિના, જેની જગતભરમાં જે ડી મળી શકે નહિ એવા, દેવ-ગુરૂ-ધર્મને આપણને આટલેં બધે સંબંધ થઈ ગયો છે, છતાં પણ આપણે જે આપણા હૈયાને સુધારી શકીએ નહિ અને મરતાં મરતાં ય આ પાપને હૈયામાંથી કાઢી નાખી શકીએ નહિ, તે આપણે કેવાક હૈયાના ધણી કહેવાઈએ? આરંભ અને પરિગ્રહને સર્વથા ત્યાગ કરી શકાય નહિ, તે ય હૈયામાં એની ખટકતો પેદા થઈ જ જવી જોઈએ; અને જેમ જેમ આરંભ અને પરિગ્રહ વધારે હોય, તેમ તેમ ખટક પણ વધવી જોઈએ. રેજ થવું જોઈએ કે- આટલે લભ? આટલી મમતા? મારી નાખશે મને!” આને રાગ એકદમ ન છૂટે, તો ય એ રાગને ધીમે ધીમે પણ મીટાવવાનું લય તે રાખવું જોઈએ ને? તમારી પાસે બહુ પૈસા હોય, તમે મોટા ઉદ્યોગપતિ છે, તે એથી અજ્ઞાન લોક ભલે તમને વખાણે, પણ તમારા હૈયામાંથી ધનાદિકની ખુમારી નીકળી જવી જોઈએ. એ બધે પાપને વા-વંટોળ છે, એમ લાગવું જોઈએ. કેઈ તમારાં વખાણ કરે, ત્યારે તમને લાગવું જોઈએ કે-આ સામગ્રી મને ભૂલાવનારી અને ભૂંડી ગતિમાં ઘસડી જાય