________________
પહેલે ભાગ
૨૬૭ ઉત્તમ વાત છે, પણ પંચેન્દ્રિય પ્રાણિને વધ કર પડે, તે ય તેને રસથી તે જ બચી શકે, કે જેના હૈયામાં દયાને ઓઘ પરિણામ પણ બેઠે હોય. હિંસાની ક્રિયા કરતાં પણ, હિંસાને રસ, વધારે નુકશાનકારક છે. નરક અને તિર્યંચગતિમાં જવાની ઈચ્છા નથી, પણ પાપ કરશે તો કોઈ છોડાવશે નહિ–એવી ખાત્રી છે ને? આપણે પાપ કરીએ અને પછી ભગવાનને કહીએ કે-“તું અમને દુઃખથી અને દુર્ગતિથી બચાવ!”—તે એથી બચાવી દે, એવા ભગવાનને આપણે માનતા નથી. આપણે તો માનીએ છીએ કે–ભક્તિથી રાજી થાય અને ગાળથી ગુસ્સે થાય, એ દેવ નહિ. દેવ તે વીતરાગ છે. કેઈભક્તિ કરે, એથી એમને રાગ થાય નહિ અને કેઈ આશાનતા કરે, એથી એમને દ્વેષ થાય નહિ. આપણે તો ભક્તિ કરીને પણ દેવની ભક્તિના પરિણામથી લાભ લેવાને છે. દેવની ભક્તિ, દેવ પ્રત્યેની ભક્તિના પરિણામને પમાડનાર, એ પરિણામને શુદ્ધ બનાવનાર અને એ પરિણામને વૃદ્ધિ પમાડનાર છે, માટે દેવ વીતરાગ હોવા છતાં પણ, આપણે ભક્તિ કરીએ છીએ. જેમ ભક્તિના પરિણામથી લાભ થાય છે, તેમ અભક્તિના -એ તારકની આશાતનાદિના પરિણામથી નુકશાન પણ થાય જ છે. દેવ સ્વયં નથી આપતા લાભ કે નથી કરતા નુકશાન. ત્યારે, આપણે પાપ કર્યે રાખીએ, મનને પાપમાં પચ્ચે રાખીએ અને પછી ભગવાનને દુઃખથી તથા દુર્ગતિથી બચાવવાનું કહીએ, તે એ બની શકે એવી વસ્તુ છે? નહિ જ. “હે ભગવન્! તું મને દુઃખથી તથા દુર્ગતિથી બચાવ અને મેક્ષને પમાડ!”—એ વગેરે આપણે જરૂર કહીએ છીએ, પણ તે ઔપચારિક ભાષા છે. એમ કહીને, આપણે એ તારકની