________________
૩૧૮
ચાર ગતિનાં કારણો
સ. એમ તો ભગવાનને કરેલો એક પણ નમસ્કાર સંસાર
સાગરથી તારે છે, એવું ય ક્યાં નથી આવતું ?
એ વાત પણ અપેક્ષાએ સાચી છે અને પેલી વાત પણ અપેક્ષાએ સાચી છે. દરેક વાત અપેક્ષાએ કહેવાય અને દરેક વાત અપેક્ષાએ સમજવી જોઈએ. શાસ્ત્ર તે કહે છે કેસાધુ કાલધર્મ પામીને કાં તો મોક્ષે જાય, કાં તે સ્વર્ગ જાય. આવું જ કહેનારાં શાસ્ત્રોમાં, એ વાત પણ આવે જ છે કે
અમુક જીવ સાધુવેષમાં હતું અને સાધુવેષમાં મર્યો, છતાં નરકે ગયો!” અપેક્ષાને સમજે નહિ, તે આ બે ય વાતને બંધબેસતી શી રીતિએ કરી શકે ? શ્રી નવકાર મંત્રમાં તાકાત ઘણી છે, એના જે કઈ મંત્ર નથી, પણ એના જાપને કરનારે ય લાયકાતને કેળવવી પડે કે નહિ? જાપની ક્રિયા લાભ આપી દે, પણ મહારંભને રસ, પરિગ્રહને આનંદ અને હૈયાની નિષ્ફરતા,એ વગેરેથી જે પાપ બંધાય, તેનું ફલ પણ મળે ખરું કે નહિ? શ્રી નવકાર મંત્રને ગણનારે દુઃખી હોય નહિ, એને અર્થ શું એ છે કે-એને દુઃખ આવે જ નહિ? એને દુઃખ આવે, તે ય એ દુઃખી થાય નહિ, એમ કહી શકાય. એમ, શ્રી નવકાર મંત્ર ગણવાના કારણે દુઃખ આવે જ નહિ, એમ પણ કહી શકાય; અથવા તે, એમ પણ કહી શકાય કે-શ્રી નવકાર મંત્ર ગણવાથી ઘણાં પાપની નિર્જરા થઈ જાય; પણ એમ કહેવાય ખરું કે તમે તમારે પાપ કર્યો જ રાખે, પણ એક નવકાર ગણ્યા કરજે, એટલે બેડે પાર થઈ જશે? સમ્યગ્દષ્ટિ અવિરત હોય તે પણ, દેવલેકે જ જાય-એમ શાસ્ત્ર કહે છે. એમાં પક્ષપાત છે? શ્રી અરિહતાદિને સુદેવાદિ રૂપે માને છે, માટે જ એ દુર્ગતિનું આયુષ્ય