________________
પહેલે ભાગ
૧૦૩
એક હાથે તાલી પાડી શકે નહિ, તેમ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મુક્તિને પામી શકાય જ નહિ. એકલા જ્ઞાનથી મુક્તિ માનનાર પણ મિથ્યાષ્ટિ છે અને એકલી કિયાથી મુક્તિ માનનાર પણ મિથ્યાદષ્ટિ છે. શાસે વ્યાખ્યા આપી. કેની શુદ્ધ ક્રિયાને અધ્યાત્મ કહેવાય? તો કે–જેના ઉપરથી મોહન અધિકાર ઉઠયો છે, તેની જ શુદ્ધ ક્રિયાને અધ્યાત્મ કહેવાય. આમાં બે વાત કહી. એક તો મેહને અધિકાર નહિ જોઈએ અને બીજું કિયાની શુદ્ધિ. જોઈએ. અનુકૂળ અને ઉત્તમ સ્પર્ધાદિના યોગ વિના સુખ સંભવે જ
નહિ-એવું માનનારા મોક્ષને નથી માનતા
મેહનો અધિકાર કેના ઉપરથી ઉઠડ્યો છે, એમ કહેવાય? આત્મા ઉપર મેહનો અધિકાર હોવા છતાં પણ, એ આત્મા પુણ્ય-પાપને માને એ બનવાજોગ છે, પરલોકને માને એ પણ બનવાજોગ છે અને સગતિ-દુર્ગતિને માને એ પણ બનવાજોગ છે; પણ મેક્ષને તે એ માને જ નહિ. સુખ એ આત્માનો પોતાનો ગુણ છે અને એ ગુણ જો બરાબર પ્રગટી જાય, તે આત્મા કેઈ પણ પદાર્થના સંગ વિના અનન્ત સુખને અનન્ત કાલ પર્યન્ત ભેગવી શકે છે. આ વાત એની બુદ્ધિમાં ઉતરે જ નહિ. ખૂદ ભગવાન શ્રી જિનેશ્વરદેવે સમવસરણમાં વિરાજીને કહેતા હોય; ઈન્દ્રો ને નરેન્દ્રો, દેવતાઓ અને માણસે, એ તારકની સેવા કરવાને માટે દોડાદેડ કરતા હોય; જેને સંશય થાય તેને સંશય વગર પૂછ પણ ભેદાય તે તે એ તારકની વાણીનો પ્રભાવ સૌ પોતપોતાની ભાષામાં ભગવાનના ઉપદેશને સાંભળી શકે,