________________
૧૦૪
ચાર ગતિનાં કારણેા
પશુ અને પંખીઓ ત્યાં જાતિવૈરને ભૂલી જાય; આ બધું જોવા છતાં અને ભગવાન મેાક્ષસુખનું જે વર્ણન કરે તે સાંભળવા છતાં પણુ, એ તા એમ જ વિચારે કે– મેાક્ષની વાત સંભવે જ કેમ ?’ એને એમ જરૂર થાય કે‘ આ પુરૂષ અહુ પુણ્યશાલી છે; બહુ જ્ઞાની છે; આ કહે છે તે મુજબ કરીએ, તે દેવલેાકનાં સુખા મળ્યા વિના રહે નહિ.' પણ, મનમાં ને મનમાં પાછા એ જ નિર્ણય કરી લે કે- કાઈ પણ વસ્તુના સંયેગ વિના કેઇ પણ સુખ ભાગવી શકાય, એ અને જ નહિ !' સુખ જોઈ એ, તે સયેાગ પણ જોઈ એ જ, આ એની માન્યતા. એને એમ જ થાય કે-‘ અનુકૂળ અને ઉત્તમ જાતિની વસ્તુના સ્પર્શથી, એના રસથી, એની સુગંધીથી, એને જોવાથી અને એને સાંભળવાથી જ સુખ અનુભવી શકાય. અનુકૂળ ને ઉત્તમ પ્રકારનો સ્પર્શ કર્યા વિના, તે સુખ સંભવે જીભ ઉપર મીઠા પદાર્થ મૂકયા વિના, તે સુખ સંભવે ? નાકમાં સારી ગન્ધ આવ્યા વિના, તે સુખ સંભવે ? આંખને સારૂં, ગમે તેવું જોવાનું મળ્યા વિના, તે સુખ સભવે ? અને જ્યાં સુધી કર્ણપ્રિય અવાજ કાને પડે નહિ ત્યાં સુધી, તે સુખ સંભવે ? જેને ઇન્દ્રિયા જ નથી, તેને વળી સુખ કેવું ? અને ઈન્દ્રિયા હાય, તે છતાં પણ અનુકૂળ અને ઉત્તમ સ્પર્શોદિ કર્યા વિના પણ, સુખ અનુભવાય શાનું? આત્મા શરીર વગરના ને ઇન્દ્રિય વગરનો હોય ને એ સુખ ભેાગવે, એ બધી વાતમાં કાંઈ માલ નથી. આ શરીર ન હેાય, તા ય સુખ ભોગવાય નહિ. આ શરીર જરાક માંદું કે ઢીલું પડી જાય છે, તે સુખ ભાગવાતું નથી અને શરીર ન હોય ત્યારે સુખ ભોગવાય ? આ બધી વાતમાં કાંઈ સાર જેવું