________________
૭૬
ચાર ગતિનાં કારણા
આ
તા ભૂલને કબૂલ કરવા છતાં ય, ‘આ ભૂલ ભૂલમાં ગણી શકાય તેવી નથી’–એવું ઠસાવવાના પ્રયત્ન કરો ખરા ને ? ચાલે ત્યાં સુધી તા, ‘કહેવાતી ભૂલ, એ ભૂલ જ નથી’–એવું ઠસાવવાના અને એમાં ફાવટ આવે તેમ ન હેાય, તેા · એ ભૂલ છતાં પણ એ ભૂલ એવા સંયેાગામાં થયેલી છે કે–વસ્તુતઃ એ ભૂલ ગણાય નહિ’–એવું ઠસાવવાના, પ્રયત્ન કરવામાં તમે બાકી રાખા ખરા ? ધારો કે-એટએટલા ખચાવા કરવા છતાં પણુ, તમારા બચાવાને સામેથી લક્ષ્યમાં લેવામાં આવે નહિ અને સજા કરવામાં આવે, તે તે વખતે તમે બબડવામાંથી ય જાવ ખરા ? ‘મને અન્યાય કર્યાં’-એવું કાંઈક ખેલ્યા વિના રહી શકે ખરા ? તમને જો આ બધા અધિકાર છે, તા બીજાને આવો કોઇ અધિકાર છે જ નહુિ, એમ માનવાની મૂર્ખાઈ શું કામ કરે છે? તમને ભૂલ કરવાના સયેાગે આવે, અથવા તા, સંચેાગેા તમારી પાસે ભૂલ કરાવી શકે, તે તમારાથી જે નાના હાય, તેમને તેમના સંયેાગા ભૂલ કરાવે જ નહિ, એમ કેમ મનાય ? ખરી વાત તેા એ છે કેમાણસે પેાતાની ભૂલના બચાવો નહિ શેાધતાં, આવા સંચેાગામાં પણ મારે ભૂલ નહેાતી કરવી જોઇતી.’–એવો વિચાર કરીને, ભૂલને સુધારવાના પ્રયાસ કરવો જોઈએ; અને જ્યાં બીજાની ભૂલની વાત આવે, ત્યાં એની વાતને ધીરજથી સાંભળવી જોઇએ, ઉદારતાથી એના સંયાગાના વિચાર કરવા જોઈએ અને એને આશ્વાસન આપવાની સાથે, એના પ્રત્યે દયાળુ અન્યા રહીને, એ જે રીતિએ સુધરી શકે તેમ હોય, તે રીતિના ઉપાયા ચેાજવા જોઈ એ. દાષિત પ્રત્યે ક્રૂર બનનારાએ દાષિતને સુધારી શકે ખરા ? દાષિતને સુધારવો એ કામ ક્રૂરતાનું છે કે દયાનું છે ? જરા વિચાર તેા કરો !