________________
પહેલે ભાગ
૨૬૫
પણ તે તમારું હૈયું બહુ દયાળુ છે માટે? પ્રાણના ભાગે પણ, કોઈના ય પ્રાણ નહિ લેવા, એ પ્રકારે મનને કેળવ્યું છે માટે? શક્તિ ન હય, આવડત ન હોય, હિંમત ન હોય, સંગ ન હેય અને એથી પંચેન્દ્રિય પ્રાણિને વધ ન કરતા હો, તે તેમાં બહુ રાચવા જેવું નથી. સવાલ તે એ છે કે-મન કેવું છે? શક્તિ આદિ હોય તો પણ, મન સામાના વધની પ્રેરણું ન કરે એવું છે કે “જે શક્તિ હોત તે આની ખબર બરાબર લઈ નાખત”—એવા એવા વિચારો આવે એવું છે? પેલા પંચેન્દ્રિય પ્રાણિને વધ કરતા, તે છતાં પણ એમનું હૈયું વધની વૃત્તિવાળું નહેતું માટે બચી ગયા અને જેનું હૈયું વધની વૃત્તિવાળું હોય, તે વગર વધ કર્યો પણ, વધના પાપને બાંધે અને દુર્ગતિમાં ચાલ્યો જાય. દયાના પરિણામની ખાત્રી :
હૈયામાં હિંસકભાવ ન હોય અને દયાને પરિણામ હોય, તે અવસરે હિંસા કરનારે પણ, યતનાપૂર્વક વર્તે. મહારાજા કુમારપાલ, ઘેડા ઉપર ચઢતાં પહેલાં પલાણને પૂજતા અને પછી ઘેડે ચઢતા. યુદ્ધ કરનારા હોવા છતાં પણ, એમના હૈયામાં હિંસા નહતી અને જીવદયા હતી, તે જ પૂજી શકતા ને? તમે જ્યાં બેસે ત્યાં જઈ–પૂંજીને જ બેસે ને? જોઈને અને પૂજીને બેસવામાં જીવરક્ષાને ભાવ રહે છે, પણ તમે ગાદી કે કૅચ ઉપર બેસતાં પહેલાં જુઓ અને પૂજે, એ બને ખરું? જીવો નસીબદાર હોય તો તમારા ભાર નીચે ચગદાય નહિ, બાકી તમે કોઈ જીવ મારા અનુપગથી પણ ચગદાઈ જાય નહિ, એવી કાળજી થેડી જ