SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ ૬૯ કેવી મજા આવે ?' અને આવેા વિચાર કરાવીને, મેહ એવા ય વિચાર કરાવી દે કે‘ હું પણ આ મજા ચાખી તેા લઉં !’ વિચાર તા આત્મા પોતે જ કરે છે, પણ અંદર રહેલા માહ આત્માને આવા વિચાર કરવાની દિશા સુઝાડે છે! તમને, મેહના આવા અનુભવ થાય છે કે નહિ ? દિવસમાં કેટલી ય વાર જીવને વિવિધ સ્વરૂપે મેહના આવા પ્રકારના અનુભવ થાય છે; પરન્તુ, મેાહના આ અનુભવને, મેહ જયારે બહુ જોરદાર હોય છે ત્યારે, જીવ મેહના અનુભવ તરીકે પિછાની પણ શકતા નથી. માહ પ્રબળ હોય, તો માણસ, છતી આંખે આંધળા અને અને છતી બુદ્ધિએ એવકૂફ બને; એટલું જ નહિ, પણ એ આત્માને મેાહ પા એવા વિચાર કરવાની દિશાએ પણ પ્રેરે કે- હું જે કરી રહ્યો છું, તે ઠીક જ કરી રહ્યો છું.? મેાહ નચાવે તેમ આત્મા નાચે અને એને ખ્યાલ પણ આવે નહિ કે- માહ મને નચાવી રહ્યો છે. ’ જેમ, દારૂના નશામાં માણસ ભાનભૂલા અને છે, તેમ આત્મા, મેાહના નશામાં ભાનભૂલા અને છે. ‘ હું આત્મા છું, હું અનન્ત જ્ઞાનાદિ ગુણાને ધરનારા છું અને કર્મનાં આવરણાએ જ મને અજ્ઞાન આદિ મનાવી દીધેા છે. ' આવા ખ્યાલ સરખા પણુ, આત્માને, તે જ્યાં સુધી માઠુના નશામાં મગ્ન હેાય છે ત્યાં સુધી, આવી શકતા નથી. દારૂ પીધેલ માણસને, જ્યારે નશાની અસર ઉતરવા માંડે છે, ત્યારે જ તેને કાંઈક ભાન આવે છે; છતાં, જ્યાં સુધી દારૂના નશાની અસર હોય છે, ત્યાં સુધી એ સીધે રસ્તે પણ લથડીયાં ખાતા ખાતા જ ચાલી શકે છે. એ જ રીતિએ, મેાહનું જોર જ્યારે
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy