________________
૮૧
પહેલે ભાગ તમે કહો છો તેવા કારણસર જ ડૂબી ગયા નથી ! તમે બે વાત કહી. એક વાત તે એ કે–આ સાધનોને ઉપગ બહુ થોડો કર્યો અને બીજી વાત એ કે–એટલે ઉપયોગ કર્યો, તેટલો ઉપગ પણ અવિધિ સાથે કરાયો ! આ કારણોમાં પિતામાં, એવી તાકાત છે જ નહિ કે-એ કારણે આત્માને તરવા દઈ શકે જ નહિ અને ડૂબાવી જ દે! આ તારક સાધના એગમાં અને આ તારક સાધનોની સેવાના યોગમાં પણ, જે ચીજ આત્માને સંસારમાં રૂલાવનારી બને છે, તે તે કઈ બીજી જ ચીજ છે. જેનામાં “આ તારક સાધન જ સેવવા લાયક છે, અને આ મનુષ્યજન્મને પામીને મારે જો કાંઈ પણ સેવવા લાયક હોય, તે તે આ તારક સાધન જ છે – આવા પ્રકારની મનોવૃત્તિ હોય, તેવા પણ જીવને માટે, શક્તિ અને સામગ્રી આદિના પૂરતા ભેગના અભાવે તથા વિરતિના પરિણામમાં અંતરાય કરનાર કર્મના તેવા પ્રકારના ઉદયે, એવું પણ બને કે-એ જીવ આ તારક સાધનો આ જીવનમાં જેટલું ઉપયોગ કરી લેવાની ભાવનાવાળો હોય, તેટલો ઉપગ કરી શકે નહિ અને વિધિને સેવવાની તથા અવિધિને નહિ આચરવાની ભાવન હોવા છતાં પણ, સંગવશ અવિધિ થઈ ગયા વિના પણ રહે નહિ ! એવા સંયોગોમાં, જીવ સંસારમાં ડૂબી જાય નહિ ! એ જીવની તો, નિયમા સદ્ગતિ થાય અને એણે જે કાંઈ આરાધના કરી હોય, એણે આ તારક સાધનોની જે કાંઈ સેવા કરી હોય, તે સેવા તેને ભવાન્તરમાં આ તારક સાધનોની શુદ્ધ સેવાને પમાડનારી બને. કેમ? કરે જોઈએ તેટલે ઉપગ નથી કરી શકાયે, પણ ભાવના તો પૂરેપૂરો ઉપયોગ થાય એવી જ છે; અને અવિધિ થઈ જતી હોવા છતાં પણ,